________________
આત્મસંબંધન |
પોતાના શુદ્ધસ્વભાવના અસ્તિત્વની ખબર જ નથી તે જીવ મિથ્યાત્વથી મોહિત છે, બહારમાં જ્યાં સુખ નથી તેમાં તે મિથ્યાકલ્પનાથી સુખ માને છે, અને પોતામાં જ્યાં ખરેખર સુખ ભર્યું છે–તેની સામે નજર પણ નથી કરતા.-આવા મિથ્યાત્વમોહને લીધે જ જીવ ટુ બી થઈને સંસારમાં રખડે છે શ્રીમદ્દરાજચંદ્રજીએ કહ્યું છે કે–
ઉપજે મોહ-વિકલ્પથી સમસ્ત આ સંસાર;
અંતર્મુખ અવલોકતાં વિલય થતાં નહીં વાર.” જુઓ, એક કડીમાં જ સંસાર અને મોક્ષ બંનેની વાત બતાવી દીધી; અહીં કહ્યું કે મિથ્યાત્વથી જીવને સંસારભ્રમણ છે, અને શુદ્ધાત્માના ચિંતનવડે તે મોક્ષસુખને પામે છે. આ ગસારમાં ટૂંકામાં સારભૂત વાત બતાવી દીધી છે; વારંવાર શુદ્ધાત્માની ભાવના કરવાનું કહ્યું છે.—કને માટે? કે જેનું ચિત્ત સંસારથી ભયભીત થયું હોય તેને માટે.
આ આત્મા પિતે ભગવાન....આનંદકંદ પ્રભુ છે; એવા પિતાના પરમાત્મસ્વભાવમાં દષ્ટિ કરતાં જ સંસારને વિલય થતાં વાર નથી લાગતી, અનાદિસંસારને નાશ એકક્ષણમાં થઈ જાય છે. સંસારમાં અનંતકાળ વીત્યે, પણ મોક્ષને સાધવાના પ્રયત્નમાં (-સાધકભાવમાં) કઈ અનંતકાળ નથી લાગતો. અસંખ્યસમયના સાધકભાવથી મોક્ષ સધાઈ જાય છે.
અરે, જીવને ભવભ્રમણને બરો ભય કદી નથી લાગ્યો. બહારમાં લક્ષ્મી વધે કે સારા સ્ત્રીપુત્રાદિ મળે ત્યાં હરખ, ને લક્ષ્મી ઘટે કે સ્ત્રી-પુત્રાદિ મરી જાય ત્યાં ખેદ,–જાણે કે તેમાં જ સુખ હોય! પ્રભે! જરાક વિચાર તે કર કે એ લમી-પરિવાર વધતાં તારા આત્મામાં શું વધ્યું? ને એ ચાલ્યા જતાં તારામાંથી શું ઓછું થઈ ગયું ? –તે માત્ર મેહથી તેમાં સુખ માન્યું છે, ને તેથી તું ભાવમરણમાં દુઃખી થઈ રહ્યો છે. શ્રીમદ્દરાજચંદ્રજી ૧૬ વર્ષની વયે કરુણથી સંબોધન કરે છે કે અરે જીવ! તું વિચાર તે કર....કે....
લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું તે તો કહે ! શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો? વધવાપણું સંસારનું નરદેહને હારી જવો.
એને વિચાર નહીં અરેરે ! એક પળ તમને હ !
– એક પળ પણ સારો વિચાર જીવ કરે તો બધેયથી સુખબુદ્ધિ ઊડી જાય....ને આત્મા તરફ આવે. ભાઈ! આ ભવસાગરથી છૂટવાને વિચાર તે કર....કે અરેરે, મિથ્યાત્વથી આ ભવચક્રમાં હું દુઃખી જ છું, તે હવે કેમ છૂટે? ને મને સાચું સુખ કેમ થાય?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org