________________
આત્મસ બેધન ]
ભયંકર ભવદુઃખનું કારણ–મિથ્યાત્વ. ચારગતિનાં દુ:ખથી છૂટવાના ઉપાય-શુદ્દાત્મચિંતન.
*
જે જીવ સંસારથી ભયભીત છે એટલે ઘાર સ`સારદુ:ખમાં પડેલા પેાતાના આત્મા ઉપર જેને કરુણા જાગી છે કે અરે! આવા ઘાર દુઃખેાથી હવે આ આત્મા કેમ છૂટે? આ સ'સારને કષાય-કલેશ હવે સહન થતા નથી; હવે એનાથી ખસ થાએ ! –આમ દુઃખથી છૂટવાનેા ઉપાય વિચારે છે;-એવા જીવને આત્માનું પરમ સ્વરૂપ એધીને તેને શાંતિના માર્ગ દેખાડે છે, તેની મૂંઝવણ મટાડીને ચિત્તને આત્મામાં સ્થિર કરે છે.
પહેલાં તે અનાદિથી સંસારમાં દુ:ખી કેમ થયે તેનું કારણુ વિચારે છે, અને પછી પાંચમા દેહામાં સ'સારથી ડરીને તેનાથી કેમ છૂટવું તેના ઉપાય વિચારે છેઃ— कालु अणाइ अणाइ जीउ भव-सायरु जि अनंतु । मिच्छादंसण - मोहियउ वि सुहं दुक्ख जि पत्तु ॥ ४ ॥ જીવ, કાળ, સંસાર આ, કહ્યાં અનાદિ અનંત; મિથ્યામતિ માઢે દુ:ખી, કદી ન સુખ લહ’ત. (૪)
जइ बोहउ चउ गदिगमण तो परभाव चएहि । अप्पा झायहि णिम्मलउ जिम सिव- सुक्ख लहेहि ॥ ५ ચાર ગતિ દુ:ખથી ડરે તેા તજ સૌ પરભાવ; શુદ્ધાતમ-ચિંતન કરી, લે શિવસુખને
લાવ. ( ૫ )
Jain Education International
{ ૧૩
॥
પણુ અનાદિથી છે, અને
આ જગતમાં કાળ અનાદિથી ચાલ્યા આવે છે, જીવ અન’તભવના સમુદ્ર પણ અનાદિથી ચાલી રહ્યો છે. આવા આ અનાદિકાળના સ’સારભ્રમણમાં મિથ્યાદર્શનથી મેાહિત જીવ દુઃખને જ પામે છે, તે જરાપણ સુખને પામ્યા નથી. જો કે અનાદિથી જીવા સમ્યગ્દર્શનાદિ કરીને મેક્ષમાં પણ જઈ જ રહ્યા છે, અનંતા જીવે। સંસારથી છૂટીને મોક્ષ પામ્યા છે. પણ અહીં તે જીવ સ`સારમાં છે તેની વાત છે; તે સ'સારમાં અનાથિી જ છે, એકવાર મેક્ષ નથી પામ્યા. હવે સ'સારમાં અનંત ભવ કરીકરીને જે જીવ થાકયા છે, જેને ભવનાં દુઃખની બીક લાગી છે, તે જીવે ભવદુઃખથી છૂટવા શું કરવું? તેની આ વાત છે.
હે જીવ! જો તુ' ચારેગતિના ભવભ્રમણથી ખરેખર ખીતા હૈ। તા, તેના કારણરૂપ મિથ્યાત્વાદિ પરભાવને તુ છેાડ; અને નિળ આત્માને એળખીને ધ્યાવ....જેથી તને શિવસુખના એટલે કે મેાક્ષના લાભ થશે.
For Private & Personal Use Only
www.jainelibrary.org