________________
આત્મસંબોધન |
1 ૧૯૧ “જે શુદ્ધ ધ્યાવે આમને...તે શુદ્ધ આત્મ જ મેળવે.” આત્મા જેવા સ્વરૂપે પિતાને ધ્યાવે છે તેવા સ્વરૂપમાં તે તન્મય થઈ જાય છે. જે ભાવમાં પ્રણમે દ્રવ્ય તે કારણે તન્મય છે.” આત્મા પોતે પોતાની તે પર્યાયરૂપે પરિણમે છે તેથી તન્મય છે. શુદ્ધ સ્વરૂપના ધ્યાન કાળે આત્મા પોતે શુદ્ધરૂપ પરિણમી જાય છે ને પરમાત્મસુખને અનુભવે છે.
હે જીવ! આ જાણીને તું પિતાના આનંદસ્વરૂપ શુદ્ધ આત્માને ધ્યાવ...જેથી તું પોતે શુદ્ધ આનંદમય થઈ જઈશ.
સા
મા યિ ક
सव्वे जीवा णाणमया जो सम-भाव मुणेइ । सो सामाइउ जाणि फुडु जिणवर एम भणेइ ।। ९९ ॥ राय-रोस बे परिहरिवि जो सम-भाउ मुणेइ । सो सामाइउ जाणि फुडु केवलि एम भणेइ ॥१०० ॥ સર્વ જીવે છે જ્ઞાનમય એવો જે સમભાવ તે સામાયિક જાણવું, ભાખે જિનવર રાવ. (૯૯) રાગ-દ્વેષ બે ત્યાગીને, ધારે સમતા ભાવ: તે સામાયિક જાણવું, ભાખે જિનવર રાવ. (૧૦૦)
[ ગુરુદેવને વિશેષ પ્રિય દેહ] આહાહા, જુઓ તે ખરા....આ જ્ઞાનીને સમભાવ! પિતાના આત્માને જેવો શુદ્ધ જ્ઞાનમય અનુભવ્યું તેવા જ જ્ઞાનમય બધા જીવોને દેખે છે. પિતે સમભાવરૂપ થઈને જ્યાં સર્વે ને જ્ઞાનમય દેખે છે ત્યાં રાગ-દ્વેષને કેઈ અવકાશ રહેતા નથી, સર્વત્ર સમભાવ રહે છે, તેને જિનદેવે સામાયિક કહેલ છે.
–તમે “સામાયિકને માને છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org