________________
આત્મસંબોધન ]
( ૧૧ કરતા? અહીં તે ભવથી છૂટવાનો ઉપદેશ છે. તે જેલ માં ૨૦૦ જેટલા કેદીઓ સમક્ષ ગુરુદેવે વૈરાગ્ય-ઉપદેશ આપેલ તે અહીં આપેલ છે. ]
અરેરે, હજી જેને રાગમાં... પુણ્યફળમાં....ને બાહ્યવિષમાં મીઠાશ લાગે, તેની ભાવના હોય, ને ભવદુઃખને ભય ન હોય એવા જીવને આ વીતરાગી ઉપદેશ ક્યાંથી સમજાય? અહીં તે જેને ભવને ત્રાસ ને મોક્ષની અભિલાષ છે, બસ.... હવે મારે આ ભવજેલમાંથી છૂટવુ... છૂટવું ને છૂટવું જ છે એમ મોક્ષની લાલસા જેને જાગી છે, આત્માના અનુભવની તાલાવેલી લાગી છે,-એવા ભવ્ય જીને ભયથી છોડાવવા માટે આ ઉપદેશ છે.
ગુરુદેવે રાજકોટની જેલમાં આપેલ ઉપદેશ–
સંસારની જેલમાંથી કેમ ટાય?” વીર સં. ૨૪૯૦ ના ફાગણ સુદ ૧૨ ના રોજ રાજકોટ શહેરમાં સેન્ટ્રલ જેલના સુપ્રીન્ટેન્ડન્ટ તરફથી વિનતિ થતાં પૂ. ગુરુદેવ શ્રી કાનજી કે સ્વામી ત્યાંના કેદીઓને દર્શન દેવા તથા સદુપદેશનાં બોધવચનો સંભળાવવા
પધાર્યા હતા. ત્યાંના કરુણ અને વૈરાગ્યપ્રેરક વાતાવરણમાં ગુરુદેવે લાગણીભીના હૃદયે જે બેધવચન કહ્યા તે (આત્મધર્મ અંક ર૪પ માંથી)
અહીં આપવામાં આવ્યાં છે. જેલના કેદીભાઈઓને ગુરુદેવના આ આ બોધવચનો સાંભળીને સન્માર્ગમાં જીવન વાળવાની ભાવના જાગી હતી. જે
“ ભાઈ ” એવા પ્રેમભર્યા સંબધનપૂર્વક ગુરુદેવે કહ્યું : જુઓ ભાઈ, આ દેહમાં રહેલે આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ કાયમી વસ્તુ છે, તે અવિનાશી છે; ને પા૫, હિંસા વગેરે જે દોષ છે, તે ક્ષણિક છે, તે કાંઈ કાયમી વસ્તુ નથી, એટલે તેને ટાળી શકાય છે. કોધ-માન વગેરે દોષ તે આત્મા અજ્ઞાનથી અનાદિને કરતે જ આવે છે ને તેથી તે આ સંસારરૂપી જેલમાં પૂરાયેલે છે, તેમાંથી કેમ છૂટાય? તે વિચારવું જોઈએ. દોષ તે પહેલાં દરેક આત્મામાં હોય છે, પણ તેનું ભાન કરીને એટલે કે “આ મારો અપરાધ છે, પણ તે અપરાધ મારા આત્માનું કાયમી સ્વરૂપ નથી,” એમ ઓળખાણ કરીને તે અપરાધને ટાળી શકાય છે ને નિર્દોષતા પ્રગટાવી શકાય છે.
જેમ પાણી ભલે ઊનું થયું તે પણ તેને સ્વભાવ તે ઠંડો છે, અગ્નિને ડારી નાંખવાનો તેનો સ્વભાવ છે, એટલે જે અગ્નિ ઉપર તે ઊનું થયું તે જ અગ્નિ ઉપર જો તે પડે તો તે પાણી અગ્નિને બૂઝવી નાખે છે, તેમ આ આત્મા શાંત–શીતળ–સ્વભાવી છે, ને ક્રોધાદિ તે અગ્નિ જેવા છે, જોકે પોતાની ભૂલથી જ આત્મા ક્રોધાદિ કરે છે, પણ તે કાંઈ તેને અસલી સ્વભાવ નથી; અસલી સ્વભાવ તે જ્ઞાન છે, તેનું ભાન કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org