________________
૧૮૮ ]
[ ગસાર-પ્રવચન : ૯૭-૯૮ આત્મધ્યાનવડે મેક્ષસુખની પ્રાપ્તિ
वज्जिय सयल वियप्पइं परम समाहि लहंति । जं विहिं साणंदु क वि सो सिव-सुक्ख भणंति ।। ९७ ।। जो पिंडत्थु पयत्थु बुह रुवत्थु वि जिण-उत्तु । रुवातीतु मुणेहि लहु जिम परु होहि पवित्तु ॥ ९८ ।। તજી કલ્પના જાળ સૌ, પરમ સમાધિ–લીન; વેદે જે આનંદને, શિવસુખ કહેતા જિન. (૯૭) જે પિડ, પદસ્થ ને રૂપરથ, રૂપાતીત;
જાણી ધ્યાન જિનક્તિ એ, શીધ્ર બને સુપવિત્ર. (૯૮) સમસ્ત વિકલ્પથી રહિત થતાં પરમસમાધિ પ્રાપ્ત થાય છે, તેમાં જે કંઈ વચનાતીત આનંદમય અનુભવ થાય છે–તેને જ યેગીઓ શિવ-સુખ કહે છે. તે જ્ઞાની! જિનદેવે કહેલાં પિંડ, પદસ્થ, રૂપસ્થ કે રૂપાતીત ધ્યાન વડે તું શુદ્ધાત્માને ધ્યાવ....જેથી તુરત જ તું પરમ પવિત્ર થઈશ...ને તને પરમસુખનો અનુભવ થશે.
જુઓ, આ સુખી થવાની રીત ! પ્રથમ તે આત્માના અનુભવથી થતા સુખને જ જ્ઞાનીઓ સુખ કહે છે, ઇન્દ્રિયવિષયેના–રાગના કે દેવલોકના સુખને જ્ઞાની સુખ કહેતા નથી, એ તે આકુળતા છે, ભવદુઃખ છે, તેનાથી તે છૂટવાની આ વાત છે.
આત્મામાં એકાગ્રતારૂપ શુદ્ધો પગ તે જ પરમ સમાધિ છે, તેમાં કઈ વિકલ્પ રહેતા નથી, તે વખતે જીવ કોઈ અચિંત્ય આનંદમય તત્વને વેદે છે, તે જ મોક્ષસુખ છે. તે સુખરૂપે સ્વયં આત્મા પોતે થાય છે, તેમાં બહારના કોઈ પદાર્થની જરૂર નથી, બહારમાં લક્ષ પણ નથી. ' અરે જીવ! આ લાંબી ભાવની રખડપટ્ટીમાં દુઃખમાં શેકાઈ રહેલા તારા આત્માની જે તને દયા આવતી હોય, ને તેનાથી આત્માને છેડાવવા ચાહતે હે તે, બીજી બધી વિકલ્પની ચિન્તાજાળને એકકર મૂકીને અંતરમાં આનંદમય નિજતત્વને જ ધ્યાવ; એને ધ્યાવતાં તત્ક્ષણ જ સુખ થશે.-આ તે કડિયે ધર્મ છે -ધર્મ કરે અત્યારે ને સુખ થાય પછી-એમ નથી. આકુળતારૂપ કે શાંતિરૂપ પોતાના ભાવનું વેદન જીવને તે કાળે જ થાય છે. જે કાળે જે ભાવરૂપ પોતે થાય છે તે કાળે જ તેનો સ્વાદ (દુઃખ અથવા સુખ) તે જીવ ભેગવે છે. તેમાં અહીં આત્મજ્ઞાન સહિતના આનંદના વેદનની વાત છે. આનંદ વગરનું આતમજ્ઞાન, કે આત્મજ્ઞાન વગરને આનંદ કદી હોતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org