________________
૧૮૨ ]
સાર–પ્રવચન : ૯૧-૯૩ –ધ્રુવપણે રહેલું છે. મેક્ષના પ્રેમીએ આવા આત્માને જાણીને તેને જ ઈષ્ટ કરે, ને તેમાં જ ઉપગને એકાગ્ર કરીને ઠરવું.
આત્માનો સ્વભાવ તેના દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે, જેમકે તેને આનંદસ્વભાવ છે, તેને અનુભવતાં દ્રવ્યમાં આનંદ, બધા ગુણેમાં આનંદ ને પર્યાયમાં પણ આનંદ પ્રસરી જાય છે. અજ્ઞાનીને પર્યાયમાં આનંદગુણ દુ:ખરૂપે પરિણમીને રહ્યો છે ને જ્ઞાનીને તે આનંદગુણ આનંદરૂપે પરિણમે છે. પિતાના આનંદસ્વભાવને ભરોસો કરે તેને તે વેદનમાં આવે. આ આનંદગુણનું દષ્ટાંત આપ્યું; આનંદની જેમ શ્રદ્ધા-જ્ઞાન -ચારિત્ર વગેરે બધા ગુણસ્વભાવે દ્રવ્ય-ગુણ-પથ ત્રણેમાં વ્યાપીને અનુભવમાં આવે છે. ગુણભંડાર આત્માને દેખતાં-જાણતાં–અનુભવતાં તેના સર્વે ગુણે શુદ્ધરૂપે પરિણમીને દ્રવ્ય-ગુણ-પર્યાયમાં વ્યાપી જાય છે –પછી તેમાં કયાંય રાગ-દ્વેષ કે કમેં વ્યાપતા નથી; તે આત્મા કર્મોથી અલિપ્ત રહે છે, નવા મેને બાંધતા નથી, જૂનાં કમ છૂટી જાય છે, એટલે અલ્પકાળમાં જ તે મેક્ષને પામે છે.
ધર્માત્માની દષ્ટિ ગુણનિધાન નિજાત્માને દેખે છે. પહેલાં રાગમાં સુખ માનીને તેમાં લીન હતું ત્યારે તે કર્મોથી બંધાતો હતે હવે જ્ઞાયકસ્વભાવમાં રમણતા કરીને રાગથી ભિન્ન થયે - ત્યારે તેનું ફળ શું આવ્યું? કે અનંતા કષાયોને અભાવ થઈ ગયો ને વીતરાગી-આચરણની કણિકા જાગી અપૂર્વ શાંતિ પ્રગટી; જે એમ ન થાય તે રાગથી જુદો કઈ રીતે પડ્યો? જ્ઞાયક તરફની પરિણમનધારા શરૂ થતાં જ રાગધારા ને કર્મધારા તૂટવા માંડી; પરભાવને જે ઉતારી, આત્મા હળ ફૂલ થઈને મેક્ષ તરફ ચાલવા માંડ્યો; તેના દ્રવ્ય ને પર્યાય બંને કર્મથી અલિપ્ત થયા, શુદ્ધ થયા.
જેમ કમળના પાંદડાં પાણીમાં જ પ્રસરીને રહ્યા છે છતાં તે પાણીથી ભીંજાતાં નથી, પાણીમાં ઓગળી જતા નથી, અલિપ્ત રહે છે; તેમ અલિપ્ત ચૈતન્યસ્વભાવને અનુભવનારા જ્ઞાની, સંયોગ વચ્ચે રહ્યા છતાં પરભાવથી ભીંજાતા નથી, કમેથી લેપાતા નથી, અનુકૂળતા-પ્રતિકૂળતા વચ્ચે ઓગળી જતા નથી....કમેના ઉદય વચ્ચે પણ પોતાના જ્ઞાન-વૈરાગ્ય પરિણમનને તેઓ છેડતા નથી ને બ ધભાવને સ્પર્શતા નથી. ફરી ફરીને પિતાના શમ-સુખમાં વિલીન...એકરસ થઈને તે કર્મોનો ક્ષય કરે છે, ને મોક્ષસુખને પ્રાપ્ત કરે છે. જેમ મીઠું પાણીમાં ઓગળીને એકરસ થઈ જાય છે તેમ આનંદને સમુદ્ર આત્મા, તેમાં ઓગળીને પર્યાય તેમાં એકરસ થઈ જાય છે...આનંદરૂપ થઈ જાય છે. આ રીતે મુમુક્ષુ જીવ આનંદનું વેદન કરતા-કરતે મોક્ષપુરીમાં ચાલ્યા જાય છે.
આત્માને જાણીને તેમાં સ્થિર થવાનું ફળ આવું મહાન છે. [ ૯૧-૯૨-૯૩ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org