SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ ] [ ચેાગસાર–પ્રવચન : ૮૬-૮૭ આચાર્યદેવ કહે છે કે હું માઈ ! તારા પરિણામમાં સહનશીલતા વગેરેની દૃઢ શક્તિ ઢાય તે મુનિપણું લેજે. પણ મુનિ થઈ ને પછી શિથિલાચાર વડે મુનિધમાં કલક લગાડીશ મા.-એના કરતાં ગૃહસ્થપણામાં રહી આત્મજ્ઞાનપૂર્વક ધસાધના કરજે. તું મિથ્યામતિ–ભ્રષ્ટાચારી જીવાના સંગ કરીશ નહિ; તને એકલા ન ગમે તે ગૃહસ્થપણામાં રહીને સાધર્મીના સંગ કરજે....ને તારા સમ્યકત્વાદિ ધર્મને સાચવજે. કુસંગ કરીને શ્રદ્ધા બગાડીશ મા.-આમ કહીને કાંઈ ગૃહસ્થપણાના રાગની અનુમેાદના નથી કરવી, પશુ મુનિ ન થવાય તે ઘરમાં રહીને પણ સમ્યગ્દર્શન- જ્ઞાનસહિતના સદાચાર ખરાબર ટકાવી રાખવાને ઉપદેશ છે. સમ્યકત્વ ટકાવીશ તા મેક્ષમાર્ગ ચાલુ રહેશે; ને પછી અનુક્રમે મુનિ થઈ, શાંતરસમાં તરખાળ થઈ, ચૈતન્યમાં ઉપયાગની રમણુતા વડે કેવળજ્ઞાન પ્રગટાવી તું મેાક્ષસુખને પામીશ. આવા એકાકી-આત્મધ્યાન વખતે મન-વચન-કાયાનું લક્ષ જ છૂટી જાય છે એટલે ત્યાં મન-વચન-કાયા સંબંધી કોઈ વિકાર રહેતા નથી, એ જ તે ત્રણેની શુદ્ધિ કહેવાય છે; અને તે ચૈતન્યમાં લીન થયેલા ઉપયોગ ઇન્દ્રિયના અવલંબન વગરને અતીન્દ્રિયરૂપ થયેલે છે....આવા અનુભવથી બહાર આવીને બંધ-મેક્ષના વિકલ્પા ઊઠે તે ખંધનુ કારણ છે; તે વિકલ્પ કાંઈ અશુભ નથી, શુભ છે, પણ રાગ છે, રાગમાં શાંતિ કેવી ? બંધના વિકલ્પ તે 'ધનુ કારણ છે, ને મેાક્ષનાય વિકલ્પ બંધનું કારણ છે, —ત્યાં બહારના બીજા રાગની શી વાત! રે જીવ! સહજસ્વરૂપથી બહાર આવીશ તે બંધાઈશ; સહજસ્વરૂપમાં લીન રહીશ તે ક્ષણમાં પરમાત્મા થઈ ને બંધનથી છૂટી જઈશ. · ઉપશમરસ વરસે રે પ્રભુ તારા આત્મમાં’....કચારે ? કે ઉપયેગને અંદર એકાગ્ર કર ત્યારે....આત્મા સવ પ્રદેશે શાંત-ઉપશાંત-શીતળીભૂત થઈને ઉપશમરસમાં તરખેાળ થઈ જાય છે. અરે, પેાતાના એક આત્મામાં આ દ્રવ્ય, આ ગુણુ, આ પર્યાય—એવા ભેદની ચિન્તામાં રૅશકાય તાપણ મેાક્ષ થતે નથી, ત્યાં બીજા વિકલ્પાની શી વાત ! અધી ચિન્તાને છેડીને એક સહજ સ્વરૂપને જ ચિતવ....તેમાં જ ઉપયોગને રમાડ. આવે નિર્વિકલ્પ અનુભવ તે એકાકી અદ્વૈતભાવ છે. દ્રવ્ય તા અદ્વૈત છે જ, તે સ્વભાવ સાથે એકતા થતાં પર્યાય પણ વિકલ્પ વગરની, ભેદવગરની, અદ્વૈતભાવરૂપ થઈ. આવા એકાકીઅદ્વૈત ભાવવડે મેાક્ષ પમાય છે. સમ્યગ્દર્શનમાં પણ આવુ' એકાકીપણું શરૂ થઈ ગયું. છે.—મુનિએના ઉત્તમક્ષમાદિ જેટલા ધમે છે તે બધાય એકદેશરૂપે શ્રાવકને પણ હાય છે. શુદ્ધાત્માના વિચારનેય બ ંધનું કારણ કહ્યું;—ત્યાં તે ‘ વિચારમાં” તે જ્ઞાનપર્યાય પણ છે તે કાંઈ બંધનું કારણ નથી, પણ તેની સાથે જે રાગરૂપ વિકલ્પ છે તેને જ બ'ધનુ' કારણ જાણવું. એકત્વરૂપ શુદ્ધાત્માને અનુભવ તે જ સત્ર સુંદર છે;—હજી કે આંખમાં તે જરાક રજ ચાલે પણ આત્માના એકત્વમાં રાગને કોઈ કયે ન સમાઈ શકે. માટે હે ચેાગી ! બંધ-મેાક્ષનીય ચિન્હાને છોડીને સહજ ચૈતન્યસ્વરૂપમાં રમણ કર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001511
Book TitleAtmasambodhan
Original Sutra AuthorYogindudev
AuthorHiralal Jain
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1982
Total Pages218
LanguageApbhramsa, Gujarati
ClassificationBook_Devnagari, Ethics, & Philosophy
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy