________________
૧૬૦ ]
| યોગસાર-પ્રવચન : ૮૧-૮૨ સાધન છે, બહારથી કોઈ સાધન લાવવું પડતું નથી. આત્મામાં એકાગ્ર થયેલા શુદ્ધભાવો તે આત્મા જ છે. સમ્યગ્દર્શનથી માંડીને કેવળજ્ઞાન સુધી જેટલા શુદ્ધભાવે છે તે બધાયનો આધાર-આશ્રય અભેદપણે આત્મા જ છે.–આવા આત્માની ભાવના વડે ભવને અંત પમાય છે. ધમને તે પિતામાં સર્વત્ર આત્મા....આત્મા....આત્મા જ છે, બસ! આત્માને જ ધ્રુવ-તારક બનાવીને તેના ઉપર મીટ માંડી છે...ત્યાં સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધપદ બધુંય એમાં સમાઈ જાય છે. સમ્યગ્દર્શનમાં-જ્ઞાનમાં–ચારિત્રમાં સર્વત્ર ધમીને પોતાનો આત્મા જ સમીપ છે, ને પરભા બધાય દૂર છે.-અંતર્મુખ થઈને જે આવા આત્માની સમીપ (તન્મય) થયો તેને, સમ્યગ્દર્શનાદિ તે છે જ, ને મોક્ષ પણ સમીપ જ છે.
નિજ-પરમાત્માને જાણીને તેમાં તન્મય થયે ત્યાં પરનું મહત્વ સહેજે છૂટી જાય છે. પરમાત્મા’માં પરનો અભાવ છે. આવા ભેદજ્ઞાન વડે જે પરને ત્યાગીને સ્વમાં ઠર્યા તે જ જૈનના સંન્યાસી છે, તેમણે જ કાયા અને કષાયેનું મમત્વ છેડીને મેક્ષના કારણરૂપ સંન્યાસ ધારણ કર્યો , સંન્યાસી કહો કે જૈન સાધુ કહે, તે જ મેક્ષના સાધક છે. મોક્ષની સાધના સમ્યગ્દષ્ટિને ચેથા ગુણસ્થાનથી જ શરૂ થઈ ગઈ છે....પછી વિશેષ લીનતા થતાં છઠ્ઠા સાતમા ગુણસ્થાનરૂપ સાધુદશા થાય છે, તેમને ચૈતન્યરસમાં લીનતાની લગની એવી જામી છે કે, તેઓ સ્વાનુભૂતિથી બહાર અંતર્મુહૂર્તથી વધુ વખત રહી શકતા નથી. નિજ પદમાં મગ્ન આવા જૈન સંન્યાસી–સાધુ અલ્પકાળમાં જ સર્વજ્ઞપદને સાધીને સાક્ષાત પરમાત્મા થઈ જાય છે.
જેમ બહારમાં સુખ માનનારા અજ્ઞાનીઓ દોડી-દેડીને લક્ષ્મી કમાવા જાય છે -પૈસા પાછળ દોડીને જીવન ગુમાવે છે, તેમ અહીં નિજસ્વભાવના અચિંત્યસુખને જાણનારા જ્ઞાનીઓ દોડી-દોડીને ઉગ્રપણે ચૈતન્યસુખમાં લીન થાય છે....તેમાં જ જીવન અપી દે છે. જેણે જ્ઞાનસ્વરૂપ આત્માને અનુભવ કર્યો, તેણે છોડવા યોગ્ય સમસ્ત પરભાવોને છોડી દીધા; આ પુણ્ય છે, આ પાપ છે-એ ભેદ કર્યા વગર બધાય પરભાવોને એક ઝાટકે અનુભવમાંથી બહાર કાઢી નાંખ્યા. આ અનુભવ કરનારું જ્ઞાન પિતે સમ્યકત્વ-આનંદ વગેરે નિજસ્વભાવે સહિત દોડતું-પરિણમતું મેક્ષ લેવા જાય છે...... મેક્ષ તરફ દોડે છે. અજ્ઞાનીઓ મેહથી સંસાર તરફ દોડે છે, ને આત્મજ્ઞાની જીવો જ્ઞાનવડે મેક્ષ તરફ દોડે છે. જેમાં જેને સુખ લાગે તેને તે કેમ છોડે? હુ જ્ઞાનમય છું, આનંદમય છું પણ રાગમય નથી -રાગને તે ધમી રોગ જાણે છે; રાગ વગરના પરમાત્મતત્ત્વને સ્વાદ તેણે ચાખ્યો છે. તેથી વારંવાર ઉપયોગને બીજેથી હટાવીને શુદ્ધાત્માના અનુભવને પ્રયોગ તે કર્યા જ કરે છે....સ્વાનુભવવડે કેવળજ્ઞાનને બોલાવી લે છે.....આ રીતે શુદ્ધાત્માને અનુભવ તે જ સર્વસ્વ છે.
હવે કહે છે કે આવા અનુભવવાળે જીવ તે પિતે જ તીર્થ છે. [ ૮૧-૮૨ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org