________________
આત્મસંબોધન !
[ ૧૫૧
અનેક પ્રકારથી જીવનું લક્ષણ બતાવે છે
बे ते चउ पंच वि णवहं सत्तहं छह पंचाहं । चउगुण-सहियउ सो मुणह एयइं लक्खण जाहं ॥ ७६ ॥ બે–ત્રણ–ચાર ને પાંચ-છ, સાત–પાંચ ને ચાર;
નવ ગુણુયુત પરમાતમાં. એવા લક્ષણ ધાર. (૬) બે, ત્રણ, ચાર, પાંચ, નવ, સાત, છ, પાંચ કે ચાર– ઈત્યાદિ પ્રકારે ગુણોથી જે સહિત છે-એવા લક્ષણવાળા આત્માને જાણે.
જે કે જ્ઞાયક-આત્મા એકસાથે અનંતગુણસ્વરૂપ અભેદ વસ્તુ છે, તે જ સ્વાનુભવનો વિષય છે; પણ વિચારદશા વખતે તેનું ચિન્તન કરતાં અનેક પ્રકારથી તેના ગુણોને વિચાર આવે છે, તેનું આ વર્ણન છે. આવા ગુણભેદથી વસ્તુનું ચિન્તન તે વસ્તુની અંદરનો વ્યવહાર છે,-અંદર જે ગુણો વિદ્યમાન છે તેના આ ભેદ છે, તેથી તે અંદર નજીકનો વ્યવહાર છે; તેમાં પરલક્ષ તે નથી, વિકલ્પ છે પણ “ગુણેના ચિન્તનમાં તેને સ્વીકાર નથી; ગુણના ચિન્તન દ્વારા જ્ઞાન, ગુણ એવા અભેદ જ્ઞાયક સ્વભાવ તરફ ખૂકી જાય છે ને ગુણભેદનેય વિકલ્પ તેડીને સાક્ષાત્ આત્મઅનુભવ કરે છે.–તે માટે આ ગુણ-લક્ષણોનું ચિન્તન છે. (૭૬)
બે દોષરહિત ને બે ગુણસહિત આત્માનું ચિન્તન
बे छंडिवि बे गुरणसहिउ जो अप्पाणि वसेइ । जिणु सामिउ एमई भणइ लहु णिव्वाणु लहेइ ।। ७७ ।। બે ત્યાગી, બે ગુણ સહિત, જે નિજ આતમ-લીન;
શીધ્ર લહે નિર્વાણપદ એમ કહે પ્રભુ જિન. (૭૭) રાગ અને દ્વેષ, અથવા પાપ અને પુણ્ય એવા બે દેવને છેડીને, જ્ઞાન-દર્શન એવા બે ગુણસહિત અથવા ગુણ-પર્યાય એવા બે ધસહિત આત્મસ્વરૂપમાં જે વસે છે તે જીવ શીવ્ર નિર્વાણને પામે છે-એમ જિનવરસ્વામી કહે છે.
જુઓ, આત્મામાં પિતાના ગુણધર્યા છે, અનેક ધર્મો છે, તેનો ભેદથી વિચાર પણ થઈ શકે છે, ને ભેદ વગર અભેદ સ્વાનુભવ પણ થાય છે--આવી વાત ભગવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org