SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસંબોધન | ( ૧૪૯ વાત છે!—એના વિશ્વાસને જોરે તે આત્મા પોતે પરમાત્મા થઈ જાય છે.-આ મોક્ષને મંત્ર છે. મોક્ષનો મંત્ર શું?–કે “જીવ તે જિન જિન તે જીવ.”—આ દસ અક્ષરની સમજમાં મોક્ષને મંત્ર સમાયેલું છે. આવી સમજણ–અનુભૂતિ કરે તેને મેક્ષની સિદ્ધિ થાય જ. મેક્ષની આ મંત્રસાધના અંતરમાં સ્વસમ્મુખ થઈને થાય છે. કઈ કહે : અરેરે, અમે તે સાવ પામર-નમાલા છીએ!! તે તેને “ભગવાન તરીકે સંબોધન કરતાં શ્રીગુરુ કહે છે કે – ભગવાન! તું નાનું નથી, પ્રભુ! તું પામર નથી, તું તો ભગવાન જેવડો છે; જે સ્વભાવ પરમાત્મામાં છે તે જ સ્વભાવ તારામાંય ભર્યો છે...જેમ એક નાની ગોટલીમાં મેટું આંબાનું ઝાડ થાય ને હજારો કેરી પાકે એવી તાકાત છે, તેને વિશ્વાસ કરીને તેને વાવતાં અને સીંચતાં તેમાંથી જ હજારે કેરી પાકે છે, તેમ તું તારી પરમાત્મશક્તિને વિશ્વાસ કર અને ચિંતન વડે તેનું સીંચન કર, તે કેવળજ્ઞાન અને મોક્ષનાં મીઠાં ફળ તારામાંથી જ ઊગશે-“પ્રભુ મેરે......... તું સબહી વાતે પૂરા.....? દેહને નહી...પણ દેહમાં રહેલા ચૈતન્ય–દેવને દેખતે અત્યારે જ તેને મોક્ષના આનંદની ઝલક આવી જશે. પિતાના તેમજ સમસ્ત જગતના અસ્તિત્વને પ્રસિદ્ધ કરનાર તે આત્મા છે, તેથી ત્રણ ભુવનમાં આત્મા જ પ્રધાન છે. સૌથી પહેલાં આત્મા –જાણનાર તત્વ છે, તેનું અસ્તિત્વ નકકી થાય તે જ પરનું અસ્તિત્વ પ્રસિદ્ધ થઈ શકે.-માટે જગપ્રસિદ્ધ એવું જ્ઞાનતત્ત્વ જ ઈષ્ટ અને શ્રેષ્ઠ છે.-આવા તારા તત્વને અંતરમાં દેખ! જિનવર જે જ તારે આત્મા તને દેખાશે. જેમ આંબાની ગોટલીમાંથી મીઠી-મીઠી કેરી પાકે પણ કડવી લીંબડી તેમાં ન પાકે તેમ ચૈતન્યબીજ એ આત્મસ્વભાવ, તેમાંથી સમ્યગ્દર્શન ને કેવળજ્ઞાનરૂપી કરી સદાકારક તેના કાકી કાકી કાકી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001511
Book TitleAtmasambodhan
Original Sutra AuthorYogindudev
AuthorHiralal Jain
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1982
Total Pages218
LanguageApbhramsa, Gujarati
ClassificationBook_Devnagari, Ethics, & Philosophy
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy