SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ ] [ સાર-પ્રવચન : ૬૯-૭૦ તું જ મને આવા દુઃખ કાં આપ? ત્યારે નાને ભાઈ જવાબ આપે છે ? મેં કથાં અભક્ષ વગેરે માંગ્યું હતું? મને તો ખબર પણ ન હતી; તમારા કરેલા ભાવનું ફળ તમે એકલા ભેગ...એમ કહીને તીવ્ર ભાલાથી તેનું માથું વધે છે. જુઓ, આ સંસારની દશા !! કેણ કેને ભાઈ! માંદો હોયભયંકર રોગની પીડામાં પીલાઈ રહ્યો હોય, મરણની તૈયારી હોય, પાસે બેસીને માત-પિતા-ભાઈ-મિત્રો-સ્ત્રી-પુત્ર પરિવાર વગેરે માથે હાથ ફેરવીને આશ્વાસન દેતા હોય, પણ એનું દુઃખ કઈ લઈ શકતા નથી, ને સુખ આપી શકતા નથી. ભાઈ! આ તે બધે “પંખી–મેળે” છે.–જેમ સાંજ પડતાં ચારેકોરથી પંખી આવીને એક ઝાડ ઉપર ભેગા થાય ને રાતવાસે રહે; સવાર પડતાં તે સૌ ઊડી-ઊડીને ભિન્ન ભિન્ન દિશામાં ચાલ્યા જાય. અથવા, નદીના સામા કાંઠે જવા માટે હજારો મુસાફરો એક જ નૌકામાં ભેગા થાય, ને જ્યાં કિનારે આવે ત્યાં ઊતરી-ઊતરીને સૌ પોતપોતાના સ્થાને ચાલ્યા જાય; તેમ જુદી જુદી ગતિ-સ્થાનોથી આવીને અનેક જ અહીં ભેગા થયા, આયુ પૂરું થતાં સૌ પોતપોતાના સ્થાને-કઈ નરકમાં, કોઈ દેવમાં તે કોઈ મનુષ્ય વગેરેમાં ચાલ્યા જાય છે. આમ જાણીને હે જીવ! તું સંયોગોની મમતા છોડ, દેહની મમતા છોડ, ને એકત્વરૂપ તારા શુદ્ધ આત્માની ભાવના વડે એક્ષપુરીના પંથે જા. ' 1 શુદ્ધાત્મા રૂપી વહાણ - જેમ સમુદ્ર વચ્ચે ચાલતા વહાણમાં બેઠેલું પંખી, ઊડી-ઊડીને પાછું વહાણમાં જ આવીને બેસે છે,–બીજે ક્યાં જાય? તેમ આત્માનું એકત્વ જાણનાર જીવને ઉપયોગ ફરી-ફરીને શુદ્ધ આત્મામાં જ આવીને ઠરે છે,–એને ઉપયોગ આત્મા સિવાય બીજે ક્યાંય કરતું નથી, તય થતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001511
Book TitleAtmasambodhan
Original Sutra AuthorYogindudev
AuthorHiralal Jain
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1982
Total Pages218
LanguageApbhramsa, Gujarati
ClassificationBook_Devnagari, Ethics, & Philosophy
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy