________________
૧૩૮ ]
| યોગસાર-પ્રવચનઃ ૬૯-૭૦ જીવ એકલે જ મરે, સ્વયં જીવ એકલે જન્મે અરે ! જીવ એકનું નીપજે મરણ, જીવ એકલે સિદ્ધિ વરે. (૧૦૧) મારે સુશાશ્વત એક દર્શન-જ્ઞાનલક્ષણ જીવ છે;
બાકી બધા સંગલક્ષણ–ભાવ મુજથી બાહ્ય છે. (૧૨) જ્ઞાની આવા એકત્વસ્વરૂપ નિજાત્માનું ચિન્તન કરીને પરભાવોને છોડે છે ને મોક્ષસુખને પામે છે. અરે જીવ! તું એકલે છે....પછી બહારની બીજી ચિન્તાઓનું તારે શું કામ છે! તારા એકાવનું ચિંતન કરીને તુ પરભાવને છોડ
નરકમાં કે નિર્વાણમાં, ભવમાં કે મોક્ષમાં જીવ એકલે છે. શુદ્ધ સ્વભાવની આરાધનાથી નિર્વાણગમન એકલે કરે છે, ને શુદ્ધસ્વભાવની વિરાધનાથી નરકગમન પણ એકલે કરે છે. એ રીતે સંસારની ચારેગતિમાં કે પંચમગતિરૂપ મોક્ષમાં જીવ એકલે છે; સંસારમાં પોતે કરેલા પુણ્ય-પાપ કે ધર્મસાધના સાથે આવે છે, ને મેક્ષમાં પોતાના કેવળજ્ઞાનાદિ સ્વભાવને સાથે લઈ જાય છે; બીજું કઈ તેની સાથે જતું નથી. * નરકમાં જતાં ચેતન કહે છે: હે કાયા! તું નરકમાં મારી સાથે ચાલ...મેં તારા
માટે ઘણું પાપ કર્યા છે! કાયા કહે છે કે નહીં આવું; મારી અનાદિની એ જ રીત છે કે હું કોઈની સાથે
જતી નથી; ચક્રવર્તી અને તીર્થકરની સાથે પણ હું ન ગઈ, તે તું કેણ? * અને પછી, ચેતનપ્રભુ ભેદજ્ઞાન કરીને જ્યારે મેક્ષમાં જાય છે, ત્યારે કાયા તેને કહે છે : હે ચેતનરાય! એક્ષપુરીમાં મનેય તમારી સાથે લઈ જાવ! ત્યારે ચેતન કહે છે કે નહીં લઈ જાઉં; મેક્ષમાં તારું કામ નહીં. અનાદિથી તારો સાથ કરવાથી-મમત્વ કરવાથી હું સંસારમાં ભટક્યા, હવે તે તારો સંગ
છેડીને મેક્ષમાં એક જઈશ. (ચેતન અને કાયાના આ વાદવિવાદનું સુંદર વર્ણન વિસ્તારપૂર્વક વાંચવા માટે
ચેતન-કાયા સંવાદ” નામની પુસ્તિકા વચે.) દરેક જીવના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જુદા જુદા છે, દરેકના પુણ્ય-પાપકર્મો ને રાગાદિ પરિણામે વિવિધ છે, કઈ પણ બે જીવના ઉદયભાવે બધા પ્રકારે સરખાં નથી હોતાં. બે કેવળીના ઉદય પણ સરખા નથી દેતા, ક્ષાયિક ભાવ સરખા છે પણ ઉદયભાવમાં કંઈક ફેરફાર હોય છે. દરેક જીવ પોતાના પાપ-પુણ્ય કે ધર્મના ભાવ પ્રમાણે ફળ પામે છે, તેમાં કોઈની લાગવગ કામ આવતી નથી.
ચાર કે પાંચ સગા ભાઈ હોય, છતાં પરિણામ અનુસાર દરેકની સ્થિતિ જુદી-જુદી હાય; કઈ એક તે તીવ્ર પાપ કરીને નરકે જાય, બીજે માયાચારથી તિર્યંચમાં જાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org