________________
[ ૧૩૩
આત્મસંબંધન ] રાજગૃહીમાં ભગવાન મહાવીરના ધર્મચક્ર-પ્રવર્તનનો
મંગલદિવસ : અષાડવદ એકમ
ગર
રાજગૃહીમાં વિપુલાચલ પર ભગવાન મહાવીર પરમાત્માની દિવ્યવાણી પહેલવહેલી આજે–અષાડવદ એકમે (શાસ્ત્રીય શ્રાવણવદ એકમે) છૂટી ને ચારસંઘની સ્થાપનાપૂર્વક ધર્મચક–પ્રવર્તન શરૂ થયું. જોકે જૈનધર્મ તે ત્યાર પહેલાં પણ ચાલુ જ હતું, પણ મહાવીર–તીર્થંકરના શાસનરૂપ ધર્મચકને આજે પ્રારંભ થયો.તે ઉપદેશની પરંપરા આજે પણ ચાલી રહી છે. ભગવાન મહાવીરને કેવળજ્ઞાન તો વૈશાખ સુદ દશમે થયેલું; પણ સામે ગણધરપદને એગ્ય જીવની ઉપસ્થિતિને અભાવ, અને આ તરફ વાણીના
ગને અભાવ,–તેથી ૬૬ દિવસ સુધી પ્રભુને ઉપદેશ ન નીકળ્યો... લોકોના ટોળેટોળાં એ સર્વજ્ઞપરમાત્માના દર્શન કરતા હતા ને વાણું સાંભળવા આતુર હતા. છેવટે આજે ઇન્દ્રભૂતિ-ગૌતમ ત્યાં સમવસરણમાં આવ્યા....પ્રભુની સર્વજ્ઞતા જોઈને મુગ્ધ બન્યા..... મનની બધી શંકાઓ મટી ગઈ ને પ્રભુના ચરણમાં જ પંચમહાવ્રત ધારણ કર્યા. તેમના નિમિત્તે આજે પ્રભુની દિવ્યવાણી નીકળી.....તે ઝીલીને ગૌતમસ્વામી ( અને બીજા દશ મહાત્માઓ) વિરપ્રભુના ગણધર બન્યા, તેમને શુદ્ધરત્નત્રય ઉપરાંત ચારજ્ઞાન, અનેક લબ્ધિઓ તથા બાર અંગનું જ્ઞાન ખીલી ગયું. ભગવાન તે કેવળજ્ઞાનરૂપ પરિણમેલા છે ને ગણધરદેવ ભાવકૃતરૂપે પરિણમેલા છે, તેમણે પોતે ભાવઋતરૂપ પરિણમીને બે ઘડીમાં ૧૨ અંગરૂપ શ્રતની રચના કરી. આ રીતે વીરનાથ તીર્થંકરના દિવ્ય ઉપદેશવડે ધર્મચક્રપ્રવર્તન, ગણધરપદની સ્થાપના તથા શ્રતની રચના થઈ–તે દિવસ આજને છે. બીજા પણ અનેક જીવ પ્રભુની વાણી ઝીલીને સમ્યગ્દર્શન વગેરે પામ્યા. અને આજે પણ એ જ માર્ગ ચાલી રહ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org