________________
આત્મસંબંધન ]
[ ૧૩૧ ધૂન આડે બહારના વેપારમાં સૂઝ પડતી નથી, રાગમાં રસ આવતું નથી...ચિત્ત તે તેનું બસ ! ચૈતન્યસાધનામાં જ લાગેલું છે.
પ્રશ્ન—એને રાગ તે હોય છે?
ઉત્તર:–ભલે, પણ ભેગે આત્માય છે ને? રાગે કાંઈ એને આખે આત્મા તૂટી લીધે નથી; જરાક રાગ છે પણ તે રાગથી આખા આત્માને લૂંટાઈ જવા દેતું નથી.... સમ્યગ્દર્શને આ આત્મા, રાગથી જુદો સાચવી રાખે છે, ને તેમાં જ તે વસે છે.
બાપુ, આ વાત સાંભળીને તે પણ આવા અનુભવ માટે ઉલ્લાસ કર.-આનંદથી પ્રયત્ન કર...ના ન પાડ....ના ન પાડ...ગૃહસ્થનેય આત્મજ્ઞાન થાય છે–એમ ભગવાન જિનદેવે કહ્યું છે, પછી તેની ના પાડનાર તું કોણ? જે તું જિદેવને માનતા હો તે, ગૃહસ્થનેય શુદ્ધપગ અને મોક્ષમાર્ગ હોવાનું ઉલ્લાસથી સ્વીકારીને હા પાડ. હા. પાડીને તું જાતેય એવો અનુભવ કર. હા પાડીશ તે તનેય આવો અનુભવ થશે. ના જ પાડીશ તે કાયર થઈને રાગમાં અટકી જઈશ. બાપુ! આ તે ભગવાનના ઘરમાં આવવાની ને ભગવાન થઈને તેમાં વસવાની વાત છે. અનાદિથી વિકારના ઘરમાં વસતા હતે તે પરઘર દુઃખનું ધામ હતું; હવે સમ્યગ્દર્શન અને આત્મજ્ઞાન થતાં અપૂર્વ પલટો થઈ ગયે, રાગનું ધામ છોડીને સુખ-ધામ એવા સ્વઘરમાં આવ્યો.તે હવે અલ્પકાળમાં કેવળજ્ઞાન લક્ષ્મીને પામવાનો....પામવાને...ને પામવાને.
જે શુદ્ધ આત્મા સિદ્ધભગવાન અનુભવે છે તેવા જ શુદ્ધ આત્માને ગૃહસ્થ–સમ્યગ્દષ્ટિ અનુભવે છે, બંનેના સ્વાદની એક જ જાત છે. જેમાં આત્માના આનંદને સ્વાદ આવે તે જ મોક્ષમાર્ગ છે. મોક્ષ મહાઆનંદરૂપ છે ને તેનું સાધન પણ આનદરૂપ છે. મેક્ષ ને મેક્ષસાધન બંને એક જાતના આનંદરૂપ છે. આત્માના અનુભવમાં બધા શાસ્ત્રોને સાર આવી જાય છે, ને તે મોક્ષની સીધી સડક છે. સમ્યગ્દષ્ટિ-ગૃહસ્થ પણ તે મેક્ષસડક પર આનંદથી ચાલનારા છે. રાગ કે પુણ્ય તે કાંઈ મોક્ષની સડક નથી, તે તે કાંટા છે; રાગદ્વેષરૂપી કાંકરા વગરનો જે રત્નત્રયમાર્ગ છે તે આત્મામાં સમાય છે, રત્નત્રય આત્મારૂપ છે, રાગરૂપ નથી. જે ગૃહસ્થ પણ જિનમાર્ગમાં શુદ્ધ આત્માને જાણીને–અનુભવીને મોક્ષના માર્ગમાં પ્રવેશ કર્યો.તે ધન્ય છે...ધન્ય છે.
[ –પણ, આવા જ વિરલ જ હોય છે—એમ હવે કહેશે. ] (૬૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org