________________
૧૨૮ ].
[ ગસાર-પ્રવચન : ૬૫ ચૈતન્યના સ્વઘરમાં વિશ્રામ કરીને ભવના થાકને દૂર કરે છે ને કેવળજ્ઞાનને સાધે છે. -આ મુનિવરની ઉત્કૃષ્ટ વાત કરી, એ જ રીતે ગૃહસ્થને પણ પિતાની ભૂમિકા પ્રમાણે સ્વઘરમાં વાસ. તેમાં એકાગ્રતા.. તેને અનુભવ થાય છે, શુદ્ધાત્માને ઉપાદેય કરીને તેણે મેક્ષમાર્ગના દરવાજા ખોલી નાંખ્યા છે....ને પોતાના પરમાત્માને નજરે નીહાળી લીધા છે. ગૃહવાસમાં વસેલે તે દેખાય છે છતાં તેની આત્મસ્પશી પરિણતિ ગૃહથી અલિપ્ત છે, રાગથી પણ તે અલિપ્ત છે, તેની જ્ઞાનચેતના કેઈથી લેપાયા વગર અંતરમાં ચૈતન્યના ઉપશાંતરસને ગટગટાવી રહી છે, એની અંતરદૃષ્ટિના ગંભીર ભાવ એકલી બહારની ચેષ્ટાઓથી ઓળખાતા નથી. વાહ રે વાહ! ધર્માત્માના અંતરની આવી જ્ઞાનધારાને ઓળખે તે જીવને પરભાવથી ભેદજ્ઞાન થઈ જાય.'
શ્રી જિનેન્દ્રભગવાનનો આ સદેશ છે કે જેઓ આત્મામાં વસશે તેઓ સુખ પામશે. હે ગૃહસ્થ ! તું પણ આત્મામાં વસીને–તેમાં અંતર્મુખ થઈને સમ્યગ્દર્શન -સમ્યજ્ઞાન અને નિર્વિકલ્પ અનુભૂતિ કરી શકે છે. રાગ હોવા છતાં તે રાગમાં વાસ છોડીને ચૈતન્યભાવમાં વસ...તે તને ગૃહસ્થને પણ મેક્ષમાર્ગ થશે. “જ્ઞાનમાં વસને રાગથી ખસ.” ધર્માત્માઓ કષાયમાં નથી વસતા, આત્મામાં જ વસે છે,–આ ભેદજ્ઞાનને અપૂર્વ ન્યાય છે.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રસહિત મુનિઓને એક કષાય, શ્રાવકને બે, અને સમ્યગ્દષ્ટિ–અવ્રતી ગૃહસ્થને ત્રણ કષાય હોય છે, પણ તેઓ તેમાં એકત્રપણે વસતા નથી, તે ગૃહસ્થ, શ્રાવક કે મુનિ ત્રણેય કષાયવગરના પિતાના શાંત ચૈતન્યઘરમાં જ વસે છે–તેને જ પોતાનું સ્વઘર સમજે છે.-આવા સ્વરૂપે ઓળખે તે જ ધર્માત્માની સાચી ઓળખાણ થાય, ને ભેદજ્ઞાનને અપૂર્વ લાભ થાય.
જુઓ, આ ધર્મીને ઓળખવાની નિશાની! તે રાગને ઉપગમાં જરાય ભેળવતા નથી, રાગથી જુદા જ રહે છે, માટે તે રાગમાં નથી વસતા, ચૈતન્યમાં જ વસે છે; અનંતાનુબંધી કષાય વગેરેના અભાવથી જ્ઞાન-દર્શન–ચારિત્રની જેટલી–જેટલી શુદ્ધતા થઈ તેમાં જ તન્મયપણે વસે છે. આવી દશા ચોથા ગુણસ્થાનથી શરૂ થાય છે....આ ધર્મ ગૃહસ્થને પણ હોય છે. મેક્ષમાર્ગમાં મુનિ મુખ્ય છે ને ગૃહસ્થ ગૌણ છે,–પણ છે તે બંને મેક્ષના માર્ગમાં....મુનિ આગળ છે, ગૃહસ્થ તેની પાછળપાછળ મોક્ષમાર્ગે ચાલ્યા જાય છે. તેને મોક્ષમાર્ગમાં સ્થિત કહ્યો છે; મોક્ષના માર્ગમાં સ્થિત કહે કે શુદ્ધાત્મામાં સ્થિત કહો. હે જીવ! તારે સુખી થવું હોય, મોક્ષસુખ પામવું હેય...તે ‘મહાત્મા’ કહે છે કે
તું સ્થાપ નિજને મોક્ષપથે, ધ્યા, અનુભવ તેહને; તેમાં જ નિત્ય વિહાર કર; નહિ વિહર પરદ્રવ્યો વિષે. ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org