________________
૧૨૪]
[ ગસાર-પ્રવચન : ૬૨-૬૩ અહા, આ અનુભવની વાત સાંભળતાં પણ જાણે કોઈ બીજી જ દુનિયામાં વસતા હોઈએ! એવું લાગે છે. પુણ્ય-પાપના પરભાવથી પાર, પરદેશથી પાર, કેઈ બીજા જ આત્મ-દેશમાં આવીને બેઠા હોઈએ એવું લાગે છે.
હમ પરદેશી-પંથી સાધુજી, આ સંસારકે નહીં જ...
આત્મઅનુભવ કરી...કરીને, જશું સિદ્ધ–સ્વદેશ..જી.. [ ગુરુદેવ નવા-નવા શબ્દો ગોઠવીને મોક્ષની ભાવનાને મલાવતા....મલાવતા....આવા પદ બોલતા હોય તે વખતને તેમના અંતરને રણકાર ને વાણીને લલકાર શ્રોતાજનેને ચૈતન્યરસની મસ્તીથી ડોલાવી દેતે હતે....અત્યારેય ગૂંજી રહ્યા છે...એમની સ્મૃતિના ભણકાર.]
આ શરીરને આ પુણ્ય-પાપના પરભા... તેને દેશમાં વસનારો અમારે આત્મા નહીં; અમારો આત્મા તે સિદ્ધપુરમાં ચૈતન્યના અતીન્દ્રિય આનંદધામમાં રહેનાર છે, તે જ અમારે સ્વદેશ છે, ત્યાં અમે જાશું ને આ સંસારરૂપી પરદેશને છેડી દેશું. પરદેશ જેવા આ સંસારમાં આવી પડ્યા, તેને છોડીને હવે અમે અમારા આનંદસ્વરૂપ સ્વદેશમાં જઈને સાદિ-અનંતકાળ ત્યાં જ રહેશું. –આમ ધર્મી નિઃશંકપણે સ્વાનુભવની સડકે સિદ્ધપુરી તરફ ચાલ્યા જાય છે.
આત્માને સ્વાનુભવથી જાણવાનું મહાન ફળ બે દેહામાં બતાવ્યું; હવે આ અનુભવ કરનારને ધન્યવાદ કહીને તેને મહિમા કરશે.
[ ૬૨-૬૩]
* ગુરુદેવના હૃદયદ્ગાર * સમસ્ત સંસાર અને સંસાર તરફ વલણના ભાવથી હવે અમે આ સંકોચાઈએ છીએ; અને ચિદાનંદ પ્રવસ્વભાવી એવા “સમયસાર માં
સમાઈ જવા માંગીએ છીએ; બાહ્ય કે અંતર્ સંગ સ્વપ્ન પણ જોઈતે નથી.
બહારના ભાવ અનંતકાળ કર્યા, હવે અમારું પરિણમન અંદર ઢળે છે. અપ્રતિહતભા અંતરુસ્વરૂપમાં ઢળ્યા તે ઢળ્યા, હવે અમારી શુદ્ધ પરિણતિને રોકવા જગતમાં કોઈ સમર્થ નથી.
[ આત્મધર્મ વર્ષ ૧ અંક ૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org