________________
આત્મસ'એાધન ·
[ ૧૧૩
૧, રત્ન : જેમ મખમલવાળી ડબ્બીમાં રહેલું રત્ન, તે ડખ્ખીથી જુદું છે, તેમ આ દેહરૂપી ડાખલીમાં રહેલું ચૈતન્યરત્ન, તે દેહથી જુદુ છે; તેને સમ્યગ્દષ્ટિ-ઝવેરી પારખી લ્યે છે. રત્નની જેમ આ ચૈતન્યરત્ન સ્વયંપ્રકાશી, ટકાઉ અને મહા મૂલ્યવાન છે; મહા--કિ`મતી રત્ન દેખીને જેમ ઝવેરીને આનંદ થાય તેમ આ અચિત્ય ચૈતન્યરત્ન તેના પારખનારને મહાન-અપૂ અતીન્દ્રિય—અન`ત આનંદ આપે છે. હે જીવ! તારામાં આવું અમૂલ્ય ચૈતન્યરત છે....તેને તું પારખી લે. જો આ ચૈતન્ય-રત્ન ન હાય તે જડ-રત્નની કિંમતને પણ કોણ જાણે ? કોહીનૂરરત્ન ગમે તેવું હાય....પણ તેને જોનારી આંખ ન હોય તે! અને આ મહારની આંખ હાય પણ અંદર જાણનારા આત્મા ન હોય તે ?-માટે સ્વ-પરપ્રકાશી આ ચૈતન્યરત્ન જ બધામાં મુખ્ય છે. આ રીતે રત્નના દૃષ્ટાંતે ચૈતન્યરત્ન એવા તારા જીવને તું જાણુ !
ર. દીપ : દીવાની જેમ આત્મા સ્વયમેવ સ્વ-પરપ્રકાશક સ્વભાવવાળા છે; જેમ દીવાને જોવા માટે બીજા દીવાની જરૂર પડતી નથી, ગમે તેવા અંધારાની વચ્ચે પણ તે દીવા જુદા દેખાઈ આવે છે, તેમ આ આત્મા એવા ચૈતન્ય-દીવા છે કે સ્વાનુભવથી તે પાતે જ પેાતાને અત્યંત સ્પષ્ટ જાણી લ્યે છે, પાતે પેાતાને જાણવા માટે કોઈ બીજાની--રાગની કે પાતાથી જુદા જ્ઞાનની તેને જરૂર પડતી નથી. જેમ દીવાના પ્રકાશમાં કાળા-ધેાળા કે સારા-ખરાબ પદાર્થા દેખાય (સાનું પણ દેખાય ને કોલસા પણ દેખાય) તાપણુ તે રાગદ્વેષ કરતા નથી કે પરરૂપે થતા નથી; તેમ આ ચૈતન્યદીવાના પ્રકાશમાં ( જ્ઞાનમાં ) અનેકવિધ પદાર્થોં દેખાય, પરભાવેા પણ દેખાય, પણ તે બધાથી તે ભિન્ન રહે છે, ને પદાર્થોને જાણતાં તેમાં કયાંય રાગદ્વેષ કરવાને તેને સ્વભાવ નથી; અનુકૂળ -પ્રતિકૂળતાના વાયરા વચ્ચે પણ ચૈતન્યદીવા કદી બૂઝાતા નથી, જડ થઈ જતે। નથી. -આવે ઝગઝગતા ચૈતન્યદીવડો તે તું જ, આત્મા જ છે-એમ તુ' જાણુ,
આત્માનું અસ્તિત્વ છે તે આ જગત જણાય છે; આત્મા ન હેાય તે આ બધુ કઈ રીતે જણાય ?–શેમાં જણાય ?-કોણ જાણે? માટે જ્ઞાનપ્રકાશી એવા તારા અસ્તિત્વને નિઃશંક જાણુ.
આત્માના
જુઓ, દીવેા પેાતાના પ્રકાશવડે સેાનું તથા કાલસાને પ્રકાશે, ત્યાં ‘હું સાનું છુ કે હુ કેલસેા છું” એમ તે પેાતાને સેાનું કે કાલસારૂપે પ્રસિદ્ધ નથી કરતા, પણ સાનુ અને કોલસાના પ્રકાશક હું છું' એમ તે દીવા પેાતાને પ્રકાશ-સ્વભાવરૂપે પ્રસિદ્ધ કરે છે; તેમ ચૈતન્યદીવા પેાતાના જ્ઞાનપ્રકાશવડે શરીર વગેરેને જાણે, ત્યાં ‘હું શરીર છુ’ એમ તે પેાતાને પરજ્ઞેયરૂપે નથી માનતે, પણુ ‘શરીર વગેરેને જાણનારા હું છું ? એમ આત્મા પેતે પેાતાને જ્ઞાનસ્વરૂપે પ્રસિદ્ધ કરે છે....આ રીતે પરથી ભિન્ન પેાતાના જ્ઞાનસ્વરૂપને તન્મયપણે, દીવાના દૃષ્ટાંતે તું જાણુ,
. સ. ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org