________________
: ૧૦૪ :
ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય એ જ રંગ અને એજ નામ, એવી આંખે અને એવું જ મહ અને જણાવેલા સાત કકારની નિશાની બતાવતે બ્રાહ્મણ ત્યાં આવ્યા. કુમારે તેને પૂછયું કે કેમ જલદી આવાગમન થયું ? સિંહલદ્વીપ ન ગયા ?
બ્રાહ્મણે કહ્યું-વજનેએ ના પાડી અને શુકન પણ સારા ન થયા. બીજું દરિયામાં જવાનું તેથી ડૂબી જવાને ભય પણ લાગ્યા. મનમાં થયું કે તેવું ધન શા કામનું ? કે જેમાં આપણી જીદગીને જ ખતરો હય, માટે જવાનું માંડી વાળ્યું. અહીં તમારા જેવા ભાગ્યવાને છે તેના આધારે મારું ગાડું ચાલી જશે. એમ કહી પિતાની સ્ત્રી પ્રિયંકર પાસે માગી. પ્રિયંકરે તેને તે સેંપી અને બ્રાહ્મણ ચાલ્યા ગયે.
કેટલાક મહિનાઓ બાદ પેલે બ્રાહ્મણ પિતાની પ્રિયાને મળવા માટે ઉત્સુક થયેલ સાત ગજ પ્રમાણના, મહાકાયવાળા, પર્વત જેવા ગજેન્દ્રને સિંહલદ્વીપથી લઈને પ્રિયંકરને ઘેર આવ્યા. પ્રિયંકરને આશિષ આપીને બેઠે અને કહેવા લાગ્યું કે “પરોપકારી કુમાર! તમારી કૃપાથી હાથી, ધન આદિ મેળવીને કુશળતાપૂર્વક હું આવી ગયે છું. આજથી મારું જે કંઈ જીવન હશે તે તમારે જ પ્રસાદ છે. તમારા ઉપકારનો બદલો હું કેવી રીતે વાળીશ? અથવા તે તમે જે પરોપકાર કર્યા તેનું પુણ્ય તમને થાવ. હવે મારી પત્ની મને આપે.” આ સાંભળી કુમાર વજથી હણાયે હોય તેમ બે કે પત્ની તે તમે જ પિતે પહેલાં લઈ ગયા છે ને ફરી કેમ માગો છે? તમે સાતેય નિશાની કહીને પત્ની લઈ ગયા છે અને ઝગડે કરે છે? હવે જાણ્યું કે બ્રાહ્મણે આવા જ દંભી અને ધૂત હોય છે.
બ્રાહ્મણે કહ્યું –કુમાર! જેમ તેમ ન બેલ. દંભી તે વાણિયા જ હોય છે. હું તે અહીં આવ્યો જ નથી અને એ માટે તું કહે તે સેગન ખાવા પણ હું તૈયાર છું. બાકી જે તું લેભ કરીને મારી સ્ત્રી આપવા ના કહીશ તે હું તને બ્રહ્મહત્યા આપીશ. આ સાંભળી પ્રિયંકર ભય પામી ગયો. તેનું મુખ શ્યામ પડી ગયું અને મનમાં વિચારે છે કે કેઈક વિદ્યાસિદ્ધ દુષ્ટ માણસ રૂપનું પરાવર્તન કરી બ્રાહ્મણની સ્ત્રી લઈ ગયો. હવે હું શું કરીશ ! આ બાજુ બ્રહ્મગુ કહે છે કે હું મારી સ્ત્રીને લઈને જ જઈશ. એ મેં નિર્ણય કર્યો છે. આ તરફ બ્રાહ્મણે લાંઘણું શરૂ કર્યું તેને એક દિવસ થઈ ગયે સ્વજને ભેગા થઈને કહેવા લાગ્યા કે પ્રિયંકરની મતિમાં વિપર્યાય થઈ ગયે. અને ભાઈ ! કયારેક વૃદ્ધ પુરુષોની મતિમાં ય વિપર્યાસ થાય છે. વિનાશ થવાનો હોય તે પુરુષની મતિમાં ય વિપર્યાસ થાય છે. શું ભાગ્યની લીલા છે ! અને કે કર્મને વિલાસ છે!
પ્રિયંકર બ્રાહ્મણને કહે છે કે જે હું તારી સ્ત્રીને અપલાપ કરતો હોઉં તે તું કહે તેવા સોગન ખાઉં. જીવહિંસા કરનારા, અસત્ય બેલનારા, ધર્મનિન્દક, કેઈની નિદ્રાને ભંગ કરનારા, કલહ કરનારા, પારકું ધન ચેરી જનારા, કૃતદન, વિશ્વાસઘાતકે, પરદારાગામી, બે પત્નીઓ માં અધિક છે નેહ રાખનારા, ખાટી સાક્ષી ભરનારા, પારકાના દ્રોહી, માતા-પિતાના ઠેલી, કેઈને કુબુદ્ધિ આપનારા, પોતાની પત્નીને ત્યાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org