________________
: ૬ :
ઉવસગ્ગહર તેાત્ર સ્વાધ્યાય
પ્રિયકર પણ પ્રતિદિન સામાયિક, જિનપૂજા, પ્રત્યાખ્યાન, દયા, દાન વગેરે પુણ્ય ક્રમો કરે છે. ગુરુએ પશુ તેની ધર્મ પ્રતિ શ્રદ્ધા જોઇને ઉવસગ્ગહર સ્તવના આમ્નાય બતાવ્યા અને કહ્યું કે હવસગ્ગહર' સ્તવ તારે પવિત્ર થઇ એકાંત સ્થળે પૂર્વાભિમુખ બેસી પ્રતિદિન ગણવું. આ સ્તંત્રમાં શ્રુતકેવલી શ્રી ભદ્રબાહુ સ્વામીએ અનેક મહામન્ત્રા ગુપ્ત રીતે મૂકેલા છે જેના ચેાગે ધરણેન્દ્ર, પદ્માવતી તથા વેરેટ્યા દેવી આ સ્તવ ગણું – નારને ઢાંનિધ્ય કરે છે. સ્તવના અખંડ ૧૨૦૦૦ જાપ કરવાથી સકાર્યો સિદ્ધ થાય છે. આ સ્તવના સ્મરણથી દુષ્ટ ગ્રહે, ભૂતા, પ્રેત, શાકિની, ડાકિની, મારિ ઇતિ, રાગ, પાણી તથા અગ્નિના ઉપદ્વવે, વિષધરા ઝેરે, ચેર, રાજા તથા યુદ્ધ વગેરેના ભયા દૂર થાય છે. અને સુખેાની પરપરા, સમૃદ્ધિના સંયોગ તથા અપત્ય જીવન આદિ પ્રાપ્ત થાય છે, પ્રિયકર ! તારે હંમેશાં ઉવસગ્ગહર ાત્ર ગણવું અને જ્યારે કઇપણ સ`કટ આવે ત્યારે વિશેષ પ્રકારે પ્રથમ ગાથા ગણવી.” આ સાંભળી પ્રિય‘કરે ગુરુ પાસે પ્રતિદિન ઉવ. સગ્ગહર તેાત્ર ગણવાના નિયમ અંગીકાર કર્યાં. અને તે પ્રતિદિન તેને ગણુવા લાગ્યું. કોઇ વખત ગણવાનુ રહી જાય તેા તે છ વિગઇએને! ત્યાગ કરતા હતા. આ રીતે નિત્ય સ્મરણ કરવાથી આ સ્તંત્ર તેને સિદ્ધ મન્ત્ર જેવું થઈ ગયું. તેથી તે જે જે કાર્યાં કરે તે સફૂલ થવા લાગ્યું.
પ્રિય'કરે એક વાર પેાતાના પિતાને કહ્યું કે પિતાજી! હવે તમે વ્યાપાર છેડીને કેવળ ધર્મ જ કરા, કારણ કે જે જે રાત્રિએ ચાલી જાય છે તે પાછી આવતી નથી માટે તેને ધર્મ કરવા દ્વારા સલ ફરી લેવી જોઈએ. હું ઘરના ભાર ઉપાડી લઈશ અને વ્યાપાર પણ કરીશ.
પાસાત્ત શેઠે આ વાત સ્વીકારી. ઘર તથા વ્યાપારને સઘળા ભાર પ્રિયકરને સેાંપ્યા અને પેાતે વિશેષ પ્રકારે ધર્મોરધન તરફ લક્ષ્ય રાખવા લાગ્યા.
એક વખતે પિતાએ પ્રિયકરને પાસેના શ્રીવાસ ગામમાં ઉઘરાણી માટે મેકલ્યા. પ્રિયકર ઉઘરાણી લઈને સાંજના પાછા ફરતા હતા તે વખતે ભી લોકોએ તેને પકડયા અને ખાંધીને પેાતાની પલ્લિમાં લઈ જઈ પેાતાના માલિક પાસે તેને રજૂ કર્યાં. તેણે તેને કેદખાનામાં નાખ્યું. આ બાજુ પ્રિયકરના માતાપિતા સાંજ પડવા આવી છતાં પ્રિય.. કર ન આવી પહોંચતાં પુત્રના ગુણેાને યાદ કરી કરીને વિલાપ કરવા લાગ્યા. તેટલામાં કાઇએ આવીને તેમને કહ્યું કે તમારા પુત્રને ખાંધીને ભીલ લેાકેા પેાતાની પ૩િમાં લઈ ગયા છે. આ સાંભળીને પ્રિયંકરના માતાપિતા ખૂબ દુ:ખી થયા અને નમસ્કાર મહામંત્ર તથા ઉવસગ્ગહર તેંત્રનું ગુણુન આદિ પુણ્યકર્મીમાં વિશેષ પ્રકારે ઉઘુક્ત થયા.
આ સમયે પાસદત્તને દેવતાએ કહેલુ' વચન યાદ આવ્યું અને તેથી અગર, કપૂર, કસ્તૂરી વગેરે ભાગ સામગ્રી લઇને ઉદ્યાનમાં દેવાધિષ્ઠિત આમ્રવૃક્ષ પાસે જઇ તે ભેગ સામગ્રી ત્યાં ધરીને દેવને ઉદ્દેશીને તેણે કહ્યું કે હે દેવ ! તમે મારા પુત્રને રાજ્ય મળવાનું કહ્યું હતું પણ તેને બદલે ઊલટુ તેના પેાતાનેા જ વિનાશ થવા વારે આવ્યા. દેવતાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org