________________
ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય ભોગ ધરાવજો જેથી તમારી આશા હું પૂરીશ. પાસદન્ત તે વાત સ્વીકારી. દેવને પ્રણામ કર્યા અને શુભ શુકને નગરમાં પ્રવેશ કર્યો અને ત્યાં ઘર ભાડે લઈ સુખપૂર્વક ધર્મકર્મ કરે છે. પ્રિયકંર પણ દિનપ્રતિદિન વધવા લાગે.
આ તરફ પ્રિયશ્રીના પિતાને ત્યાં તેના ભાઈનો વિવાહ મહોત્સવ હતો તેથી તેને બેલાવવા તેનો ભાઈ આવવાથી તે આનંદપૂર્વક પિતાના પિયર ગઈ. બીજી પણ તેની બહેનો પોતાની શ્રીમંતાઈના પૂરેપૂરા ઠ ઠમાઠ સાથે સાક્ષાત્ દેવાંગનાઓ જેવી શોભતી ત્યાં આવી. પ્રિયશ્રી એક નિર્ધનની પત્ની હતી. તેના વચ્ચે જીણું પ્રાય હતા. આભૂષણો જે હતા તે પિત્તળના હતા. આ સ્થિતિમાં તેના પિતાને ઘેર પણ તે અપમાનિત જેવી દશા ભેગવવા લાગી. કેઈએ તેનો આદર સત્કાર કે સન્માન કર્યું નહિં. એટલું જ નહિ પણ તેની બહેનેએ તેની મશ્કરી કરી. વિવાહમાં આવેલા લોકે પણ બેલ્યા કે જુઓ બહેને બધી સમાન છે છતાંય પુણ્ય-પાપનું અંતર કેવું છે? આ બિચારી રાંધવા વગેરેનું કામ કરે છે અને આ બીજી બહેને પાણીની માફક હુકમો છેડે છે.
બહેનોએ કરેલી મશ્કરીથી પ્રિયશ્રી મનમાં દુઃખી થઈ અને વિચારે છે કે લોકે ખરેખર ! મનુષ્યોના કુલ કે ગુણને નથી જોતા પણ ધનને જ જુએ છે. વિવાહ ઉત્સવ સમાપ્ત થતાં પ્રિયશ્રીની સર્વ બહેનનું તેમના ભાઈએ દ્વારા સુંદર વસ્ત્રાલંકારથી સન્માન કરાયું જ્યારે નિર્ધન એવી પ્રિયશ્રીનું એક જાડી સાડી આપવા દ્વારા સન્માન કરાયું. આ પ્રસંગથી પ્રિયશ્રીને પુષ્કળ દુખ અને આધ્યાન થયું, તેનું મુખ શ્યામ થઈ ગયું, આંસુ. એથી પોતાના ગાલોને છેતી તે પિતાને ઘેર આવી.
પતિએ તેની આવી સ્થિતિ જોઈ દુઃખનું કારણ પૂછયું અને અતિ આગ્રહપૂર્વક પૂછવાથી તેણે તે કહ્યું. પતિએ તેને મીઠા અને બોધદાયક વચનોથી આશ્વાસન આપ્યું. પરંતુ પ્રિયશ્રીને થયું કે મેં ગતભવમાં પુન્ય કર્યું નથી તેનું જ આ ફળ છે તે હવે આ જન્મમાં શકય તેટલું પુણ્ય કરું અને તેથી પ્રતિદિન તે નમસ્કાર મંત્ર, ઉપસર્ગહર સ્તવનું ગુણન, દેવવંદન, કાયોત્સર્ગ તથા પ્રતિક્રમણ આદિ પુણ્ય કર્મો કરવા લાગી. પાસદત્ત પણ પુણ્ય કર્મો કરવા લાગ્યો.
આ શુભ કૃત્યથી પાસદત્તના પૂર્વકૃત પુન્યને ઉદય થયો. એક વખતે પ્રિયશ્રી ઘર લીંપવા માટે નગરની બહાર માટી લેવા માટે ગઈ. જેટલામાં માટી ખેદે છે તેટલામાં પાસદરના પુન્યને પ્રકાશિત કરતું હેય તેવું નિધાન તેણે જોયું. તરત જ તેને માટીથી ઢાંકીને પ્રિયશ્રી ઘેર આવી અને પતિને આ વાત જણાવી, પાસદને ત્યાં જઈ તે નિધાન જોયું અને તે વિગત રાજાને જણાવી. રાજાએ પિતાના સેવકને પાસદત્તની સાથે મોકલ્યા. તેઓએ તે નિધાન કઢાવ્યું અને રાજાની સમક્ષ મૂકયું. રાજાએ મસ્ત્રી, પુરોહિત વગેરેને પૂછ્યું કે આ નિધાન અંગે શું કરવું જોઈએ. તેમણે કહ્યું-નિધાન એ રાજાની માલિકીનું ગણાય. પરંતુ પાસદત્ત આપણને વાત કરી છે માટે આને અપમાત્ર અંશ એને આપ. જેટલામાં રાજા તે ધન લેવા માટે પિતાને હાથ લંબાવે છે તેટલામાં અદશ્ય રીતે મનુષ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org