________________
: ૮૨ :
ઉવસગ્ગહર સત્ર ૨વાધ્યાય તે નગરમાં વિષ્ણુમિત્ર નામના હિતને સોમા નામની પની. જે પતિવ્રતા તથા પ્રકૃતિથી સૌમ્ય. ગૃહવાસ ભોગવતા કાલકમે તેમને બે પુત્રરત્ન પ્રગટ થયા. જેમાં પ્રથમ વરાહમિહિર, જે પિતાના નામ અનુસાર ગુણવાળે અને બીજો ભદ્રબાહું. આજાનબાહુ હેવાથી માતાપિતાએ તેનું નામ ભદ્રબાહું રાખ્યું.
બંનેય પુત્ર લક્ષણ શાસ્ત્રમાં કુશલ, બંનેય સાહિત્યરૂપી સમુદ્રના પારગામી, બંનેય પ્રમાણુ શાસ્ત્રમાં ૫૯. બંનેય ગણિતમાં કુશળ તેમ જ બીજા પણ બ્રાહ્મણને ઉગી શાસ્ત્રના સંપૂર્ણ પરમાર્થને બને જાણનારા. બંને ચારેય વેદના પારગામી.
કમે કરીને તેઓ તારુણ્યને પામ્યા અને લૌકિક, વૈદિક વગેરે સર્વ વ્યવહારમાં વિચક્ષણ પણ થયા. આ જોઈને પિતાએ મેટા આડંબરથી મોટા પુત્ર વરાહમિહિરનું વિશિષ્ટ નક્ષત્રતિથિ યોગમાં “સાવિત્રી' નામની કન્યા સાથે પાણિગ્રહણ કરાવ્યું.
જયારે ભદ્રબાહુએ આ જીવલેકને અનેક માનસિક દુખેથી સંતપ્ત જાણીને અને મુક્તિસુખ એ જ પરમ આનંદદાયક છે એમ સમજીને સંવેગપૂર્વક ગૃડવાસનો ત્યાગ કરીને સ્થવિર મુનિવર પાસે જિનેન્દ્રપ્રણીત દીક્ષા અંગીકાર કરી.
દીક્ષા અંગીકાર કર્યા બાદ તેઓ ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષામાં કુશળ બન્યા, આગમોના પરમાર્થના જ્ઞાતા થયા, કવિઓમાં તિલક થયા અને ચૌદપૂર્વેના જ્ઞાતા થયા. જેના વેગે તેમની કીર્તિ દિગન્તવ્યાપી બની. ગુરુએ તેમને આચાર્યપદથી અલંકૃત કર્યા. પંચ મહાવ્રતરૂપી ધુરાને ધારણ કરવામાં સ્થિર, છત્રીસ આચાર્યના ગુણેથી વિભૂષિત એવા તે પૃથ્વી ઉપર વિહરવા લાગ્યા.
પરંતુ મિથ્યાત્વથી જેની મતિ મેહિત થઈ છે એ અને ધર્મના પરમાર્થને ન જાણતો વરાહમિહિર ભદ્રબાહુની કીર્તિ સાંભળીને તેમના પર અત્યંત મત્સરને ધારણ કરવા લાગ્યો. અને તેને કહેવા લાગ્યો કે અમારા આ ભદ્રબાહુને બાલ્યાવસ્થામાં સાક્ષાત્ બિલાડી કેમ ન ખાઈ ગઈ. જેથી આવી ચેષ્ટા કરતા તેણે અમને લોકમાં લજવી માર્યા તે લજવી તે ન મારત. - જ્યારે આ તરફ ભદ્રબાહુ કે જેને શત્રુ-મિત્રમાં દ્વેષ નથી એવા, સ્થિર સાગર જેવા ગંભીર છે.
પિતાનું મૃત્યુ થતાં વરાહમિહિરને રાજા વગેરે મુખ્ય પુરુષોએ મોટી ઋદ્ધિપૂર્વક પુરહિત પદે સ્થાપન કર્યો અને ત્યારથી તે નગરના લોકોમાં પૂજનીયપણાને પામ્યો. વિજ્ઞાન, જ્ઞાન, કલાકલાપ, ગણિત આદિ સર્વ વિદ્યામાં તે કુશળ હતો અને જોતિષ શાસ્ત્રમાં તે સવિશેષ કુશળ હતું. પરંતુ, જાતિ અને કુલના મદથી અત્યંત અભિમાની અને અસ્થિર સ્વભાવવાળા એ તે બીજાને પરાભવ કરવા લાગ્યા.
મારા વંશમાં ઉત્પન્ન થયેલે બીજે કંઈપણ જે પિતાની વિદ્યાથી મને છતે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org