________________
[૧૪] થાય તેને સૂક્ષમ, બુદ્ધિગમ્ય અને તત્વજ્ઞાનવાળા ઉકેલને માટે મંત્રશાસ્ત્રને આધાર લેવો પડે તે સ્વાભાવિક છે. આવા રહસ્યમય તેત્રના પ્રભાવના ઉદ્દઘાટન માટે આપણે પ્રવેશદ્વાર શેધવાનું છે અને તે માર્ગે ઉપસ્થિત થતી શંકાઓના નિવારણ માટે જે કાંઇ છુટા છવાયા આધારસ્થાને પ્રાપ્ત થાય તે ઉપરથી યથાયોગ્ય સમાધાન કરી લેવાનું છે.
૩વવા પાઉં Hd āામ-તેત્રની પ્રથમ ગાથા પ્રવેશદ્વારનું કાર્ય સારે છે અને તેના આ શબ્દ આપણું જટિલ પ્રશ્નનો ઉકેલ આપતા હોય તેમ સ્પષ્ટ જણાય છે. સઘળા ટીકાકાર મહાત્માએ ચાલુ પ્રણાલિકા અનુસાર આ શબ્દોને જે અર્થ કરે છે તેને આપણે અનુસરીએ છીએ. અમે પણ તદનુસાર પ્રથમ વર્ષ માટે પાર્શ્વયક્ષની કલ્પના કરી છે.
ઉપસર્ગ હરવાનું કૃત્ય કરવા માટે પાશ્વયક્ષનું સ્મરણ કરીને અમે તેના સ્વામીને (દ્વિતીચ પાને) વંદન કરીએ છીએ તે અર્થ ઘટાવ્યો છે પરંતુ એક ટીકાકાર મહર્ષિ પ્રથમ ગાથાના પ્રથમ વારં શબ્દનો અર્થ અર્થમ્ એટલે સમીવન્ કરે છે અને તે ઉપરથી “ઉપસર્ગોને દૂર કરનારું સમીપ (સામ-સાન્નિધ્ય) છે જેમનું એવા” એ અર્થ દર્શાવે છે.
આવી અર્થવ્યવસ્થા પ્રરતુત ગ્રંથના સાતમા પ્રકરણમાં અમે દર્શાવેલ છે. (જુઓ પૃષ્ઠ ૨૯) આનું તાત્પર્ય એ છે કે પાર્શ્વનામ મંત્રનું–શબ્દબ્રહ્મનું (એટલે દ્વિતીય પારંનું) સાન્નિધ્ય માત્ર એટલે પ્રથમ પાસ) ઉપસર્ગને હરનારું થાય છે.
કૃત્યકારી ભ્રષ્ટા કે ન્યાયદાતાને સ્વીકાર કર્યા વિના, અનુગ્રહ કૃત્ય અને નિગ્રહ કૃત્ય માટે આવશ્યક એવી તેમની કત્વશક્તિને પણ સ્વીકાર કર્યા વિના નામમંત્રનું સાન્નિધ્ય માત્ર ઉપસર્ગહર થાય કે બધિનું પ્રદાન કરે તે વસ્તુ સૌ કેઈને અતિગૂઢ અને ચમકારિક જણાય તેવી સંભાવના છે. તેથી આ વસ્તુ વિશેષ તાત્વિક ઉહાપોહ માગે છે.
- સાન્નિધ્યના આવા ચમત્કારિક સામર્થ્ય માટે આપણે “કૃત્ય” અને “કતૃત્વ' શબ્દનું તાત્પર્ય દર્શાવે તેવા અર્થે ગ્રહણ કરવા જોઈએ.
ઈતર પંચકૃત્ય કરવા સમર્થ એવા સ્વતંત્ર ઈશ્વર તત્ત્વમાં માને છે અને તેના ભાવમય શરણગમનને “પ્રપત્તિ' કહે છે. આ પંચકૃત્ય એટલે “સર્જન, પાલન, સંહાર, નિગ્રહ અને અનુગ્રહ” છે.
આપણે અહીં નિગ્રહ અને અનુગ્રહના કર્તુત્વનો જ વિચાર કરવાને છે; કારણ કે ઉ૫સ વગેરે હરવાને નિગ્રહકૃત્યની આવશ્યકતા છે અને બેધિબીજ દેવાને માટે અનુગ્રહકૃત્યની આવશ્યક્તા છે.
* સાનિધ્યનું બીજુ દૃષ્ટાંત આ ગ્રંથના મુદ્રાલેખ તરીકે આપવામાં આવેલો લેક પૂરું પાડે છે. તેનું ભાષાંતર આ પ્રમાણે છે –
જેમનું સ્મરણ પણ વિનરૂપી વેલડીઓને (કાપી નાખવા) માટે કુહાડ છે, જેમના (પ્રત્યેના) અનુરાગથી નિધાન સાન્નિધ્યપણાને પામે છે, પાપોના સમૂહ જેમણે હણી નાખ્યા છે અને આ પતિને નાશ કરવામાં અતિશય નિપુણ જેમનું ચરિત્ર છે તે શ્રી પાર્શ્વનાથને હું નમસ્કાર કરું છું.
શ્રી હરિભદ્રસૂરિકૃત શાસ્ત્રવાર્તી સમુચ્ચયની ટીકા (અષ્ટમ તબક)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org