SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પ૪ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते આચાર્ય ગ્લાન આદિના કર્તવ્યની પરિહાનિ થાય, આથી કાથિકપણું ન કરવું. ક્ષેત્ર, કાલ અને પુરુષને વિચારીને ધર્મ કહે. (૧) સાધુ-સાધ્વીઓને અને ગચ્છને આ ક્ષેત્ર બહુ ઉપકાર કરનારું છે એમ વિચારીને ધર્મ કહે. (૨) ધર્મકથાથી દાન અચિવાળા વગેરે આ જીવો દુષ્કાળમાં ઘણું સાધુ-સાધ્વીઓને મદદ (સેવા) કરનારા થશે, એમ જાણીને ધર્મ કહે. (૩) રાજા વગેરે (વિશિષ્ટ) પુરુષને (યથા રાજા તથા પ્રજા એમ) સમજીને ધર્મ કહે, અથવા મેટા કુળને એક પુરુષ પ્રતિબંધ પામે તે તેનાથી ઘણું પ્રતિબંધ પામે એમ ગણીને ધર્મ કહે. (૨) પ્રાશ્ચિક (દાર્શનિક): લૌકિક વ્યવહારનું કે નટ, નૃત્ય આદિનું નિરીક્ષણ કરે તે પ્રાશ્ચિક (અર્થાત્ દાર્શનિક) છે. લૌકિક વ્યવહારોમાં અને લૌકિક શાસ્ત્ર આદિ કાર્યોમાં પ્રાશ્નિકપણું (પંચાત) કરે તે પ્રાશ્નિક જાણવો. લૌકિક વ્યવહારમાં પ્રાક્ષિકપણું આ પ્રમાણે કરે-જેમકે કોઈ એક વસ્તુ બની સાધારણ હોય, અને તેનું વિભાજન કરવાનું હોય, અર્થાત્ એક વસ્તુના બે જણ માલિક હોવાનો દાવો કરતા હોય, ત્યારે આ વસ્તુને સાચા માલિક કોણ છે ? તેને નિર્ણય કરવાનું હોય, બીજા સાક્ષીઓ (મધ્યસ્થ ગણાતા પુરુષો) તેને નિર્ણય કરી શકે નહિ ત્યારે તે (અવસાન સાધુ) ભાવાર્થ જાણીને નિર્ણય કરે. કેવી રીતે કરે ? એ વિષયમાં (આવશ્યકસૂત્રની) નમસ્કાર નિયુક્તિમાં (ગા. ૯૪૦ માં) આવતું દષ્ટાંત આ પ્રમાણે છે – એક વણિક પિતાની બે પનીઓ સાથે અન્ય દેશમાં ગયા. ત્યાં મૃત્યુ પામ્યા. તેની એક પત્નીને એક પુત્ર છે, પણ તે નાનું હોવાથી વિશેષ કાંઈ જાણતો નથી ત્યારે એક પત્નીએ કહ્યું કે આ મારો પુત્ર છે, બીજી પનીએ પણ કહ્યું કે આ મારો પુત્ર છે. આમ બંને વચ્ચે પુત્રની માલિકી માટે ઝગડે થે. આનો નિકાલ લાવવા તેમણે રાજયનો આશ્રય લીધો. રાજાને મંત્રી બુદ્ધિશાળી હતો. તેણે કહ્યું: ઘન અને બાળક એ બંનેને તમે સરખા ભાગે વહેંચી લો. આમ કહીને મંત્રીએ તલવાર લઈને બાળકના નાભિસ્થાનમાં મૂકી. આથી સાચી માતા તુરત આગળ આવીને કહેવા લાગી :-આ પુત્રને તેની ઓરમાન માતા ભલે લે. મારા પુત્રનું મરણ મારે જેવું નથી. આમ પુત્રસ્નેહ જોઈ ને મંત્રીએ નક્કી કર્યું કે, આ પુત્રની સાચી માતા આ જ છે. પછી તે પુત્ર તેને સોંપ્યો. પટનું દૃષ્ટાંત પણ નમસ્કાર નિયુકિતમાં આ પ્રમાણે છેઃ બે પુરુષો વસ્ત્ર લઈને નદી કિનારે આવ્યા. એકનું વસ્ત્ર નવું હતું. એકનું વસ્ત્ર જુનું હતું. અને પોતાનાં વસ્ત્રો કિનારા ઉપર રાખીને સ્નાન કરવા લાગ્યા. પછી જુના વસ્ત્રનો માલિક લોભથી જુનું વસ્ત્ર મૂકીને નવું વસ્ત્ર લઈને ચાલતો થયો. આથી બીજો તેની પાસે પોતાનું વસ્ત્ર માંગવા લાગ્યા. પેલે ખેડું બેલીને તેની સાથે ઝગડવા લાગ્યો. ન્યાય કરાવવા રાજ્યાવિકારી પાસે આવ્યા. રાજ્યના અધિકારીએ તેમને પૂછયું –આ તમારા વસ્ત્રનું સુતર કેણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001508
Book TitleGurutattvavinischay Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1987
Total Pages294
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Principle, & Religion
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy