________________
૨૬].
[ स्वोगक्षवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते આ ગચ્છ ઉપસંપદા કેવી રીતે લે છે તે જણાવે છે –
(પૂર્વે કહ્યું તેમ) છત્રીસ વર્ષ ગયા બાદ કુલસ્થવિરોની સંમતિથી પ્રત્રજ્યાથી જે એકપાક્ષિક હોય તેની પાસે ઉપસંપદા લે. પ્રત્રજ્યાથી એકપાક્ષિક આ પ્રમાણે છે :-ગુરુને સહાધ્યાયી અર્થાત્ પિતાના કાકાને સ્થાને હોય તે, પિતાના *સબ્રહ્મચારી, અર્થાત્ જે (સાથે ભણનાર સહાધ્યાયી) પોતાના બંધુના સ્થાને હોય તે, ગુરુના ગુરુ, અર્થાત્ પિતાને દાદાના સ્થાને હોય તે, ગુરુને પ્રશિષ્ય, અર્થાત્ પિતાના ભત્રીજાના સ્થાને હેય તે. આટલા પ્રવજ્યાથી એકપાક્ષિક (પિતાના પક્ષના) કહેવાય, અને જે સમાન કુલમાં ઉત્પન્ન થયેલ હોય તે પણ પ્રવજ્યાથી એકપાક્ષિક છે. (બ. ક. ઉ. ૪. ગા. ૫૪૨૧)
(પ્રવજ્યાથી એકપાક્ષિકની જેમ ઋતથી પણ એકપાક્ષિક હોય,) તેથી અહીં પ્રવજ્યા અને શ્રુત એ બે પદોને આશ્રયીને ચતુર્ભાગી થાય (1) પ્રવજ્યા અને શ્રુત બંનેથી એકપાક્ષિક. (૨) પ્રવ્રયાથી એકપાક્ષિક, શ્રુતથી નહિ. (૩) મૃતથી એકપાક્ષિક, પ્રવજ્યાથી નહિ. (૪) બંનેથી નહિ. તેમાં પહેલાં શક્ય હોય તે પ્રથમ ભાંગામાં ઉપસંપદા લેવી. તેને અભાવે ત્રીજા ભાગમાં ઉપસંપદા લેવી. કારણ કે પૂર્વે ભણેલું જે શ્રુત ભૂલાઈ ગયું હોય તે શ્રુત પાક્ષિકપણાથી તેની પાસે સુખપૂર્વક તાજું કરી શકાય.
વળી ઉપસંપદા સ્વસ્થાને લેવી.
પ્રશ્ન – રવસ્થાન એટલે શું? ઉત્તર – જેની પાસે (વિશિષ્ટ) શ્રત હોય તે શ્રુત ભણવા માટે ઉ૫સંપદા લેનારનું સ્વસ્થાન છે. જ્યાં વૈયાવચ્ચ કરનારા હોય તે સુખદુઃખમાં સાર-સંભાળ માટે ઉપસંપદા લેનારનું સ્વસ્થાન છે. જેના ક્ષેત્રમાં ભેજન–પાણી સુલભ હોય તે ક્ષેત્ર માટે ઉપસંપદા લેનારનું સ્વસ્થાન છે. જ્યાં માર્ગનો જાણકાર હોય તે માગ માટે ઉ૫સંપદા લેનારનું સ્વસ્થાન છે. જ્યાં વિનય કરવો યોગ્ય છે તેવી ભાવના હોય તે વિનય માટે ઉપસંપદા લેનારનું સ્વસ્થાન છે. એટલાં સ્વસ્થાને છે. તેને સ્વીકારવાથી ઉ૫સંપદા સ્વીકારવામાં અધ્યયન વગેરેનો જે હેતુ છે તે સફળ થાય ] અથવા જે પ્રવજ્યા અને શ્રત બનેથી એકપાક્ષિક છે તે સ્વસ્થાન ઉત્તમ છે, માટે પહેલાં ત્યાં ઉપસંપદા લેવી. પછી (તેના અભાવે) કુલ અને શ્રત એ બંનેથી એકપાક્ષિકની પાસે, પછી (તેના અભાવે) શ્રત અને ગણ બંનેથી એકપાક્ષિકની પાસે, પછી મૃતથી એકપાક્ષિકની પાસે, પછી પ્રવજ્યાથી એકપાક્ષિકની પાસે, પછી પ્રત્રજ્યાથી કે શ્રતથી પણ જે એકપાક્ષિક ન હોય તેની પાસે પણ ઉપસંપદા લેવી. - પ્રશ્ન :- પ્રવજ્યા, કુલ આદિથી નજીક નજીકના કમથી ઉપસંપદા લેવાનું કહ્યું, તેમાં શું કારણ? ઉત્તર :- મમત્વ, બહુમાન અને લજજા એ ત્રણથી થતો લાભ એ અહીં કારણ છે. (પાંચમા આરાના કાળના પ્રભાવથી જીવો આલંબન કે નિમિત્ત વિના
* પહેલાં એક ગુની પાસે રહીને જેની સાથે અધ્યયન વગેરે કર્યું હેયા તે સબ્રહ્મચારી કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org