________________
૩૭૪
શ્રુતજ્ઞાન કેઠીમાં પડેલા બીજ સમાન છે અને ત્રણ અર્થ છે – જેમ બીજ વિના ફળ નહિ, તેમ શ્રુતજ્ઞાન વિના ચિંતાજ્ઞાન પણ નહિ. એટલે સાધકે પહેલાં શાસ્ત્રના એક એક શબ્દોના આધારે યથાશ્રત અર્થ સમજ જોઈએ. બીજો અર્થ એ છે કે કેઠીમાં પડેલા અનાજથી ફળ ન મળે, જમીનમાં વાવવું જોઈએ, પાણી પાવું જોઈએ, હવાપ્રકાશ આદિ મળવાં જોઈએ. આમ બને તે ફળ મળે, તેમ શ્રુતજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ત–દલીલ પૂર્વક શાસ્ત્રના આજુ-બાજુના વિધાનને–પ્રતિપાદનનો વિચાર કરીને અર્થબોધ કર જોઈ એ. આ રીતે જે સૂકમ બંધ થાય તે ચિંતાજ્ઞાન છે. પછી એ જ્ઞાનના આધારે તત્ત્વને જે નિચેડ–તાત્પર્ય સમજાય તે ભાવનાજ્ઞાન છે. ત્રીજો અર્થ પૂર્વે લખાઈ ગયું છે.
ત્રણ જ્ઞાનનાં ફળે - કોરા શ્રુતજ્ઞાનીઓ મત-મતાંતરોનો માત્ર વિવાદ કર્યા કરે છે, એનું ફળ પામતા નથી. કેવલ ચિંતાજ્ઞાન ધરાવનારાઓ પણ પોતપોતાના મતમાં કદાગ્રહવાળા બનીને અન્યના મતનો (= સાચા પણ મતને) તિરસ્કાર કરનારા બને છે. જ્યારે ભાવનાજ્ઞાનવાળા જીવો મધ્યસ્થ પરિણતિવાળા બને છે. અર્થાત્ ભાવનાજ્ઞાનથી ભાવિત જીવમાં પિતાનાથી ભિન્ન મત પ્રત્યે સહિષ્ણુતા પ્રગટે છે. આથી તે બીજા મતમાંથી સારું લઈને ખરાબની ઉપેક્ષા કરે છે.*
બીજી રીતે ત્રણ જ્ઞાનનાં ફળઃ શ્રુતજ્ઞાનથી અહ૫માત્રામાં (ભૌતિક પદાર્થોની) તૃષ્ણ શાંત થાય છે. ચિંતાજ્ઞાનમાં તેનાથી વધારે તૃષ્ણ શાંત થાય છે. ભાવનાજ્ઞાનમાં તેનાથી પણ અધિક તૃષ્ણ શાંત થાય છે. આનાથી એ સિદ્ધ થયું કે-જે જ્ઞાનથી થોડી પણ તૃષ્ણ શાંત ન થાય, બલકે વધે તે જ્ઞાન વાસ્તવિક શ્રુતજ્ઞાન પણ નથી. (આનાથી આજનું કલેજ-હાઈસ્કુલેનું જ્ઞાન વાસ્તવિક જ્ઞાન નથી એ સમજી શકાય છે.)
તાત્ત્વિક શુશ્રષા પૂર્વક શ્રવણ થાય તે તૃષ્ણ શાંત કરનાર શ્રુતજ્ઞાન થાય. તાત્વિક જિજ્ઞાષા થાય તો તાત્વિક શુશ્રષા પૂર્વક શ્રવણ થાય. પાંડિત્ય-વિદ્વત્તા બતાવીને માનસન્માન મેળવવાના આશયથી કે ગતાનગતિકપણે થતી શુશ્રષા તાવિક જિજ્ઞાસા વિનાની છે. જાણીને અમલમાં મૂકવાની ભાવના પૂર્વક થતી શુશ્રુષા તાત્વિક જિજ્ઞાસાવાળી છે.
તાત્વિક તત્ત્વજિજ્ઞાસા અનંત પાપ પરમાણુઓનો નાશ થાય ત્યારે જ પ્રગટે છે. અનંતા પાપ પરમાણુઓના નાશથી થયેલ તત્ત્વ જિજ્ઞાસાથી જ તાવિક શુશ્રષા પૂર્વક શ્રવણ વગેરે થાય છે અને એનાથી તત્ત્વજ્ઞાન થાય છે. તત્ત્વજ્ઞાન એટલે ભવનિર્ગુણતા આદિ પારમાર્થિક જ્ઞાન. તાત્ત્વિક જિજ્ઞાસાથી થયેલા શુશ્રષાદિનું (પ્રારંભિક) ફળ ભવવિરાગ છે. તાત્વિક જિજ્ઞાસા વિના થયેલા શુશ્રષાદિનું ફળ ભવરાગ છે. એટલે શુશ્રષાદિ થવા છતાં જે ભવવિરાગ ન આવે, અને ભવરાગ વધે, તો સમજવું કે એ શુશ્રષાદિ તાવિક જિજ્ઞાસા વિનાના છે. x * વૈરાગ્ય કઇ સ્તબક ૯, શ્લોક ૧૦૫૯, ૦ ૧૬ શ્લોક ૧૩ ટીકા. X લ. વિ. સરદયાણ પદની ટીકા–પંજિકા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org