________________
गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ]
[ ૨૭ अबहुस्सुए अगीयत्थे, णिसिरए वावि धारए व गणं । तद्देवसिअं तस्स उ, मासा चत्तारि भारिआ ॥१॥ सत्तरत्तं तवो होइ, तओ छेओ पधावइ । छेएण छिन्नपरिआए, तओ मूलं तओ दुगं ॥२॥ *
અબહુશ્રત અને અગીતાર્થ એ બેના વેગથી ચતુર્ભગી થાય છે. તે આ પ્રમાણે – “અબહુકૃત અને અગીતાર્થ, અબહુશ્રુત અને ગીતાર્થ બહુશ્રુત અને અગીતાર્થ, બહુશ્રુત અને ગીતાર્થ. જેને નિશિથ વગેરેના સૂત્રો અને અર્થોનું જ્ઞાન નથી તે પ્રથમ ભંગમાં આવે. જેને નિશિથ વગેરેનાં સૂત્રો અને અર્થોનું વિસ્મરણ થઈ ગયું છે તે બીજા ભંગમાં આવે. જેને અગિયાર અંગો સૂત્રથી કંઠસ્થ છે, પણ અર્થનું જ્ઞાન નથી તે ત્રીજા ભંગમાં આવે. તે તે કાલને ઉચિત સર્વ સૂત્રાર્થના બોધવાળી ચોથા ભાંગામાં આવે. આમાં પ્રથમના ત્રણ ભાંગામાં રહેલાને ગણ સેપે તે સેપનાર અને ધારણ કરનારને પ્રાયશ્ચિત્ત આવે. તે આ પ્રમાણે :
એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ, એમ યાવત્ સાત દિવસ સુધી ગુરુ ચતુમસ પ્રાયશ્ચિત્ત આવે. બીજા સાત દિવસ સુધી પલઘુ, ત્રીજા સાત દિવસ સુધી ગુરુ, પ્રાયશ્ચિત્ત આવે. આમ ત્રણ “સારા” (સાત દિવસ સુધી ત૫ પ્રાયશ્ચિત્ત આવે. ત્યાર બાદ તપના કમથી છેદ આવે. તે આ પ્રમાણે
પ્રથમ સાત દિવસ ચતુર્ગુરુ, બીજા સાત દિવસ પલઘુ, ત્રીજા સાત દિવસ ષગુરુ પ્રાયશ્ચિત્ત આવે. દીક્ષા પર્યાય ઘણે હોવાથી આટલો છેદ થવા છતાં હજી દીક્ષા પર્યાય બાકી હોય તે બાકી રહેલ દેશોને પૂર્વ કેટિ પ્રમાણ પણ દીક્ષા પર્યાય એક દિવસથી જ છેદાઈ જાય. આમ તેતાલીસમા દિવસે મૂલ પ્રાયશ્ચિત્ત આવે. ચુંમાલીસમા દિવસે અનવસ્થાપ્ય અને પીસતાલીસમા દિવસે પારાંચિત આવે. આ પ્રમાણે વ્યવહારત્રની ટીકામાં સ્પષ્ટ છે.
જીતકલપની ટીકામાં ત્રણ મત લખ્યા છે. તેમાં કેટલાક લઘુ પંચરાત્રિ-દિવસથી છેદની શરૂઆત કરે છે. બીજાઓ ગુરુ પંચરાત્રિ-દિવસથી છેદની શરૂઆત કરે છે. બીજાઓ જ્યાંથી તપ પ્રાયશ્ચિત્તની શરૂઆત થઈ ત્યાંથી (ચતુર્થથી) છેદની શરૂઆત કરે છે. તેમાં ત્રીજા મતનું (ઉપર) સમર્થન કર્યું જ છે.
પ્રથમ મત આ પ્રમાણે –ત્રણ સાત દિવસ પછી ચોથા સાત દિવસમાં લઘુ પંચક છેદ થાય. પાંચમામાં ગુરુ પંચક, છઠ્ઠામાં લઘુ દશ રાત્રિ-દિવસ, સાતમામાં ગુરુ દશ રાત્રિ -દિવસ, આઠમામાં લઘુ પંચદશક, નવમામાં ગુરુ પંચદશક, દશમામાં લઘુ વિશતિ રાત્રિ -દિવસ, અગિયારમામાં ગુરુ વિશતિ રાત્રિ-દિવસ, બારમામાં લઘુ પંચવિંશતિ રાત્રિક વ્યવહાર પીઠિકા ગાથા ૬૩-૬૪. ગુ. ૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org