________________
ગ્રંથકારના સંક્ષિપ્ત પરિચય
બુદ્ધિશાલી જશવંતકુમાર :- ઉત્તર ગુજરાતમાં અણહિલપુર પાટણની નજીક આવેલ કનાડુ ગામમાં નારાયણ નામના એક જૈન વણિક હતા. એમની પત્નીનું નામ સૌભાગ્યદેવી હતુ. આ દપતીને જશવંતકુમાર અને પદ્મસિદ્ધ નામે બે પુત્રો હતા. ખંને બુદ્ધિશાલી હતા. તેમાં પણ જશવ'તકુમાર ખૂબજ બુદ્ધિશાલી હતા. એક્વાર સૌભાગ્યદેવીએ લેાજનના સમય થવા છતાં ભાજન કર્યુ” નહિ. આથી જશવ ંતે પૂછ્યું : મા! તું ભાજન કેમ કરતી નથી ? માતાએ કહ્યું : ભક્તામર સ્તત્ર સાંભળ્યા વિના ભાજન ન કરવાને મારા નિયમ છે. દરરાજ ગુરુના મુખે ભક્તામર સ્તે સાંભળ્યા પછી લેાજન કરું છું. પણ આજે અતિશય વર્ષાદના કારણે ઉપાશ્રયમાં જઈ શકાયું નથી. એથી ભક્તામરનું શ્રવણ થયુ નથી. આ સાંભળી જશવ'તે કહ્યું : મા ! હું દરરાજ તારી સાથે ભક્તામર સાંભળવા આવુ છું. આથી મને ભક્તામર યાદ છે. આમ કહીને તેણે સંપૂર્ણ ભક્તામર અત્યંત શુદ્ધિપૂર્વક સભળાવ્યું. આવેા હતેા બુદ્ધિશાલી જશવતકુમાર ! આવી હતી તેની સ્મરણશક્તિ !
જશવ‘તકુમારમાંથી યોાવિજય :-પૂ. શ્રી નય વિ. મ. આદિ મુનિએ વિ.સ. ૧૬૮૭ નું ચે।માસું ‘કુણઘેર' ગામમાં કરીને કનાડું' ગામમાં પધાર્યા. ત્યાં થાય સમય તેઓશ્રીએ સ્થિરતા કરી. આ વખતે સંતાનેામાં ધાર્મિક સ’સ્કાર આવે એ માટે સૌભાગ્યદેવી પેાતાના બને આળકોને જિનમંદિરમાં અને ઉપાશ્રયમાં મોકલતી હતી. અ'ને બાળકો દરરાજ ગુરુ પાસે આવીને ધાર્મિક સૂત્રેા કઠસ્થ કરતા હતા. ગુરુને આહાર-પાણી માટે પેાતાના ઘરે લઈ જતા હતા. આથી મને ખાળકે ગુરુના નિકટના પરિચયમાં આવ્યા. પરિણામે જશવંતકુમારમાં દીક્ષાની ભાવના થઈ. પૂ. શ્રી નય વિ. મહારાજે તેની આ ભાવના તેના મા-બાપને જણાવીને આ બાળક દીક્ષા લેશે તે મહાન શાસનપ્રભાવક થશે વગેરે કહ્યું. મનેએ સહ દીક્ષાની અનુમતિ આપી. વિશેષ શાસન: પ્રભાવના થાય એ હેતુથી પાટણમાં દીક્ષા આપવાને નિય કર્યાં, સ્વમ'ને સયમ માગે જતા જાણીને પદ્મસિંહને પણ દીક્ષાની ભાવના થઈ. માતા-પિતાએ તેને પણ સહુ દીક્ષાની અનુમતિ આપી. 'નેની વિ. સ. ૧૯૮૮માં પાટણમાં મહાત્સવપૂર્ણાંક દ્વીક્ષા થઇ. આ વખતે જશવંતની વય લગભગ ૯-૧૦ વર્ષની હતી. પદ્મસિ’હુ એનાથી થોડા નાના હતા. દીક્ષામાં બંનેનુ અનુક્રમે ‘યશે વિજય’અને ‘ પદ્મવિજય ’એવુ' નામ રાખવામાં આવ્યું.
ગુરિચય – માદશાહ અકખરના પ્રતિબેાધક આચાર્ય શ્રી હીરસૂરીશ્વરજી થયા. તેમના શિષ્ય ઉપાધ્યાય શ્રીકલ્યાણુ વિજયજી ગણી થયા. તેમના શિષ્ય શ્રી લાભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org