________________
શક્તિ ન હાવા છતાં સતાનપ્રેમથી હરણ સિ'હુ તરફ્ શુ' ધસી જતું નથી ? અનુવાદ કરતાં કરતાં ક્ષાપશમ વધે એ પણ આમાં કારણ છે.
મને શ્રદ્ધા છે કે અનેક ત્રુટિઓથી પૂર્ણ પણ આ ભાવાનુવાદને સજ્જના સ્વીકાર કરશે. કારણ કે સજ્જના દોષોથી પૂર્ણ વસ્તુમાં પણ ગુણરૂપ સારને લેવાની વૃત્તિવાળા હાય છે, જેમ માતા પુત્રના અપરાધને માફ કરે છે તેમ વિદ્વાને અનુવાદમાં રહેલી ત્રુટિઓને માફ કરે એવી નમ્ર વિનંતિ.
આ ભાવાનુવાદમાં ગ્રંથકારના આશયથી અને જિનેશ્વર દેવની આજ્ઞાથી વિરુદ્ધ જે ક'ઈ લખાયુ' હોય તે બદ્દલ ત્રિવિધ ત્રિવિધ ક્ષમા યાચું છું.
ઉપકાર સ્મરણ
ઉપકારીઓના ઉપકારની સ્મૃતિ થતાં જ મને મારી અજ્ઞાનતાનું સહજ સ્મરણુ થઈ આવે છે. હું ગૃહસ્થાવસ્થામાં ૧૫ વર્ષની વયે ઉપધાનતપની આરાધના કરતા હતા. ઉપધાનમાં દેવવંદનની ક્રિયામાં દરરોજ જુદા જુદા આરાધા વડીલ પાસે થાયના આદેશ માગીને થાય એટલતા હતા. એક દિવસ મને પણ થાય ખેલવાનુ મન થયું'. મે વડીલ પાસે થાય એલવાના આદેશ માગ્યા. વડીલે મને આદેશ આપ્યા. નવકારના કાઉસ્સગ્ગ પારીને થાય ખેલવાનુ શરૂ કર્યું. તરત જ વડીલે મને ખેાલતા અટકાવીને કહ્યું : આ થાય નથી, ચૈત્યવંદન છે, ખરેખર ! હું જે કડી ખેલ્યા તે ચૈત્યવંદનની હતી.
આ પ્રસંગના ઉલ્લેખ કરીને હું એ કહેવા માગું છું કે હું આટલા અજ્ઞાન હતા. ચૈત્યવ'દન કોને કહેવાય અને શ્રેય કોને કહેવાય તેવુ. પણ મને ભાન ન હતું. આવા હુ આજે ગુરુતત્ત્વ વિનિશ્ચય જેવા ગ્રંથ ઉપર કલમ ચલાવી શકવો એ પ્રભાવ કાના ? એ પ્રભાવ મારા પરમે પકારી સિદ્ધાંત મહેાદધિ પ. પૂ. આચાર્ય દેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના અને નિઃસ્પૃહતાનીરધિ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય હીરસૂરીશ્વરજી મહારાજનેા. આજે પણ એ ઉપકારીઓનુ સ્મરણ મારા હૃદયના તારને અણુઅણુાવી દે છે, આંખાને અશ્રુથી ભિની બનાવી દે છે. આ ગ્રંથના પ્રારંભમાં જ વર્ણવાયેલ ગુરુપ્રભાવની મને સાક્ષાત્ પ્રતીતિ થઈ છે.
આ ગ્રંથના ભાવાનુવાદમાં મારા ગુરુદેવ પ. પૂ. ગણિવય શ્રી લલિતશેખર વિ.મને પણ મારા ઉપર ઘણા ઉપકાર છે. આ અનુવાદની સંપૂર્ણ પ્રેસ કેપી તેઓશ્રીએ તૈયાર કરી આપી છે. પ્રસશેાધન વગેરેમાં પણ ઘણી મદદ કરી છે.
આ ગ્રંથના અનુવાદ માટે મને અનેકવાર પ્રેરણા કરનારા પ્રાણ પન્યાસપ્રવર શ્રી પ્રદ્યુમ્નવિજયજી ગણિવર પણ આ પ્રસંગે મારી આંખ સામે આવ્યા વિના રહેતા નથી. આ ગ્રંથના અનુવાદનુ મૂળ તેમની ભાવભરી પ્રેરણા જ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org