________________
७४३
જાય છે. જેવી રીતે બીડી-સિગરેટ-શરાબના વ્યસનીઓને તે ચીજો તે તે સમયે જોઈએ જ છે. તેના વગર તેને ચેન જ પડતું નથી. તે વ્યાકુળ બની જાય છે. આથી તે ખિસ્સામાં તેવી ચીજે બીડી-સિગરેટ વગેરે સાથે જ રાખે છે. બસ તેવી જ પાપના વ્યસનીની ટેવ છે. દુર્દશા છે. નિંદા વગેરેની પ્રવૃત્તિ કરવાવાળે તે પાપને વ્યસની બની જાય છે. પછી તે વ્યસનીને તે વ્યસન વિના ચાલતું જ નથી. આદતથી લાચાર બની જાય છે. પરવશ બની જાય છે. વ્યસનને આધીન છે. તેથી તેને પણ ખોરાક જોઈએ છે અને તે પણ ખોરાકની શોધમાં નીકળી પડે છે. જેવી રીતે પશુ-પક્ષી પોતાના ખોરાકની શોધમાં નીકળે છે. તેવી રીતે પાપીને પણ સ્વભાવ તેવો જ છે. નિંદા કરનારના ઘરની બહાર આવીને બેસશે. કેઈના ઓટલા પર જઈને બેસશે. બેચાર જણ જ્યાં બેઠા હશે ત્યાં જઈને બેસશે. ત્યાંથી કેટલીક વાતે સાંભળશે જે તેને બારાકરૂપે કામ લાગે છે.
નિદક છિદ્રોને શોધનાર હોય છે. દેષ દૃષ્ટિ હોય છે. સ્વપ્રશંસક અને પરનિંદક હોય છે. તે હલ્કી મને વૃત્તિવાળ હોય છે. ઉપાધ્યાયજી મહારાજ સજઝાયમાં કહે છે–
નિંદાને જેહ સ્વભાવ છે, તાસ કથન નવિ નંદ છે,
સુંદર નામ ધરી જે નિંદા કરે, તે મહામતિ મંદ હો. નિંદકને જે સ્વભાવ છે તેને તેવા પ્રકારના કહેવા તે અનુચિત નથી. પરંતુ નામ વગેરે લઈને તેવા પ્રકારની નિંદા કરવી એ મતિમંદની ખરાબ વૃત્તિ છે. આથી નિંદા કરવી એ મતિમંદનું કામ છે. નિંદક અવિવેકી–મૂઢ અને હલ્કી મને વૃત્તિવાળો હોય છે. નિદક પ્રાયઃ છિદ્રોને શોધનાર હોય છે. બીજાના છિદ્રો અર્થાત્ દોષ જોવાની તેની આદત વધારે હોય છે. જેવી રીતે બગલાનું સ્થાન માછલી પકડવામાં હોય છે. તેવી રીતે નિંદકની વૃત્તિ અને પ્રવૃત્તિ હંમેશા કોઈના દેષ જોવામાં જ હોય છે. કાગડાની વૃત્તિ જેવો સ્વભાવ હોય છે. જેવી રીતે કાગડે ખાવા ગ્ય ઘઉંના દાણા છૂટા પડ્યા હોય તે પણ તે ન ખાતાં કેઈએ ધૂકેલા કફ-શ્લેમમાં જ મેટું નાંખે છે. ગાય-ભેંસ–ગધેડા વગેરે પશુઓ પર બેસીને તેના ગુપ્ત ભાગમાં અથવા ઘવાયેલા ભાગમાં ચાંચ નાંખે છે. તે તેના સ્વભાવ પર આધાર રાખે છે. તેવી રીતે નિંદક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org