________________
૭૪૧
આવે તે તે ચઢવાને કમ બને છે અને ઉતરવાવાળાને ૧૮ મા પાપસ્થાનકથી શરૂ કરી પહેલા પાપસ્થાનકે વિશ્રામ કરવાનો રહે છે. આમ ઉતરવાના કામે અઢારમાં પાપસ્થાનકથી પહેલા પાપસ્થાનક તરફ જીવ જ્યારે આગળ વધે છે ત્યારે એવું પણ લાગે છે કે આપણે હલકા, હલકા પાપાસ્થાનેથી ભારે ભારે પાપોના ઘર તરફ ગતિ કરીએ છીએ અને તે જ પ્રકિયામાં ઘણીવાર વિરૂદ્ધ અનુભવ થતો જોવા મળે છે કે આપણે ઉત્તરોત્તર ઓછા પાપસ્થાન પ્રત્યે ગતિ કરી રહ્યા છીએ. આમ ૧ થી ૧૮ પાપસ્થાનક તરફ ગતિ કરતા જીવને બંને પ્રકારના અનુભવો થતા રહે છે અને આથી તો કયું પાપ હલકું છે. અને કહ્યું પાપ ભારે છે? એ અનુમાન કરવું અત્યંત દુષ્કર બની જાય છે, આ પાપની ગુરૂલઘુ- વૃત્તિને નિર્ણય જીવની મનવૃત્તિ પર આધારિત છે. યે જીવ કેવી લેશ્યાવાળે છે? કેવા આધ્યાનવાળે છે? કેવા મંદ અથવા તેજ અધ્યવસાયવાળે છે? તેના પર આધાર રહે છે. કેઈપણ પાપ અત્યંત તીવ્ર ખરાબમાં ખરાબ અધ્યવસાય, લેડ્યા, આર્તધ્યાન વગેરે કષાયોના મિશ્રણથી પણ બંધાય છે. પાપ હલ્ક પણ બાંધી શકાય છે અને તીવ્ર ભારે પણ બાંધી શકાય છે. પરંતુ તેને આધાર બાંધવાવાળા પર છે. પાપ એટલે પાપ પછી તે કોઈપણ પાપ હોય, ખરાબ જ છે, એક પણ પાપ સારૂં નથી. કયું પાપસ્થાનક વધારે ખરાબ છે? અને કયું ઓછું ખરાબ છે ? હલકું છે ? એ કહેવું મુશ્કેલ છે. કેમ કે તેવા પ્રકારના પાપની પાછળ પરિણામેની ધારા, કષાયની માત્રા કેટલી ઓછીવધારે છે? તેના પર આધાર રહે છે. તેથી બધા પાપ સર્વથા ત્યાગ કરવા ચગ્ય જ છે. એક પણ પાપ સેવવા ચગ્ય નથી. છોડવા ગ્ય જ છે. ૧૬ મું પાપ-પપરિવાદ–વ્યાખ્યા અને અર્થ–
૧૮ પાપસ્થાનકમાં ૧૬ મે નંબર પર પરિવાદ એ પાપસ્થાનકેન સ્થાન છે. એમાં ત્રણ શબ્દોનું સંયોજન છે. પરસ્પરિ+વાદ, “પપરિવાદ” પર–બીજાના વિષયમાં, પરિ–અર્થાત્ વિપરીત અને વાદને અર્થ છે. કથન–કહેવું. આ રીતે પરપરિવાદ શબ્દ બન્યું છે. પરિવારની વ્યાખ્યા આ રીતે કરી છે–જે વિપરીત વાર = “પરિવાર બીજાના વિષયમાં વિપરીત વાત કહેવી એ પરિવાદ છે. શ્રી સ્થાનાંગ સૂત્ર ત્રીજા અંગસૂત્ર આગમમાં સ્થાનાંગ સૂત્ર-૪૮-૪૯ની ટીકામાં આ રીતે કહ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org