________________
૭૭૨
સુકૃતની અનમેદના નિશ્ચિત રૂપે પરનિંદાના પાપને દૂર કરવારૂપ રામબાણ ઔષધ છે. સ્વનિંદા મહાલાભ–પરનિંદા મહાપાપ
અરે ભાઈ! સર્વ ગુણી તે સિફે એક માત્ર વીતરાગી સર્વજ્ઞ ભગવાન જ છે. શેષ સંસારના છદ્મસ્થ સર્વ જીવો કોઈ ને કોઈ દોષથી ભરેલા જ જોવા મળશે, સર્વથા સર્વગુણ સંપન સંસારી કોણ મળશે? એટલે સંસારી પાસે સર્વગુણાની અને દેશના સર્વથા અભાવની અપેક્ષા રાખવી એ જ ભૂલ છે. એટલે સંસારીઓ ગુણ–દેષથી મિશ્રિત છે. તમે જેને જેવા જશે તેવા બનશે. બીજાના ગુણે જોવાથી આપણુંમાં ગણે આવે છે. અને બીજાના દોષો જોવાથી આપણામાં દોષો આવે છે. હવે ગુણ લાવવા છે કે દોષ ? તે નક્કી કરીને જગત તરફ દષ્ટી કરવાની રહે છે. શ્રી પદ્યવિજયજી મહારાજે સ્તવનમાં પણ કહ્યું છે કે, “જીન ઉત્તમ ગુણ ગાવતાં ગુણ આવે નિજ અંગ” હવે આપણી રૂચી અનુસાર પ્રવૃત્તિ કરવાની રહે છે.
એક બગીચામાં બે માણસે મેટો ટેપલો લઈને ગયા. ૨ કલાક બગીચામાં ફર્યા અને બીજા દરવાજેથી બહાર નીકળ્યા ત્યારે બંનેના સંડલા ભરાઈ ગયા હતા. એક ને ટોપલો ગુલાબના, મોગરાના ફલેથી ભરાયેલો હતો એમાંથી સુગંધ આવતી હતી કારણ કે તે માળી હતા બીજાને ટેપલ વિષ્ટાને અશુચી પદાર્થોથી ભરેલો હતો, તેમાંથી ગધ આવતી હતી. કારણ કે તે ભંગી હતો. માળી બનવું કે ભગી બનવું એ આપણી ઈચ્છાની વાત છે. ખરી રીતે તો દુર્લભ મનુષ્ય ભવ પામીને સારાતું સારું કટ્ટરે એ ન્યાયથી અસારમાંથી સારને ગ્રહણ કરવું એ જ કર્તવ્ય છે. કુદરત પણ વિષ્ટાના ખાતરને ગ્રહણ કર્યા પછી ઘઉને માલ આપે છે. આ માનવમનને રીફાઈનરી ફેકટરી બનાવી દેવામાં આવે તે બધાના ગુણોનું જ દર્શન થાય અને એ આપણા આત્મા માટે હિતાવહ છે. સાધનામાં પ્રવેશ કરનારે જીવ અનેકના સંસર્ગમાં આવે છે. હવે બધામાંથી ગુણ જોતા અને લેતા જઈએ તો આપણે ગુણને ભંડાર બની જઈશું અને તે માટે બધી વ્યક્તિઓને કેઈને કઈ સદભૂત ગુણના માલિક તરીકે જોવી જોઈએ. દા. ત. આપણું પડોશી સુમતિભાઈ ખરેખર નમ્રતાને ભંડાર છે, ગમે તેટલી શક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org