________________
७६७ નિંદકી તેમ ગુણ કેડી કરી, ચિત્તમાં પરતણું દોષ ગૂંથે, અંગ જેમ ગેપવી મીન ને માખા, બગ રહે તાકી જીભ નીર નાકે નીચ તેમ છિદ્ર શેપવી કરી આપણાં, રાત-દિન આરકા છિદ્ર તાકે, નિપટ લંપટ પણે લપટી કૂતરો, વમન દેખી કરી નફટ નાચે, દોષ લવલેશ પામી તથા પાતકી, અધમ જનસબલ મનમાંહિ માચે..
નિંદાની સઝાયમાં કહે છે કે–નિંદક બિચારો મૂખ મનુષ્યની જેમ જેવી રીતે હાથી પિતાની જ સૂઢથી પોતાના મસ્તક પર ધૂળ નાંખે છે. તેવી રીતે કાઈના દોષની નિંદા કરવી અર્થાત્ તેનો ભાર, પિતાના મસ્તક પર નાંખવા જેવું છે. ધૂળ નથી બગડતી પરંતુ હાથીનું માથું બગડે છે તેવી રીતે જેની નિંદા કરવામાં આવે છે. તેનું કંઈ જ બગડતું નથી. પરંતુ નિંદકનું તો અવશ્ય બગડે જ છે, જેમ કે કાગડે દ્રાક્ષ–સાકર જેવી મીઠી વસ્તુઓને છેડીને રસ્તા પરના ગંદા મેલ, કફ ઘૂંકમાં હાથ નાંખે છે તેવી રીતે નિંદક પણ ગુણોને છોડીને દોષ-દુર્ગુણેમાં મેટું નાંખે છે. તેથી તે કાગડા જેવા છે. જેવી રીતે બગલે પિતાના અંગોને સંકોચીને એક પગ પર પાણીમાં ઊભા રહે છે. પરંતુ તે ઠગ ભગત માછલીને પકડવાની, ખાવાની શોધમાં સ્થિર છે. તેવી રીતે નીચ નિંદક પણ રાત-દિવસ બીજાના છિદ્રો જોવામાં મસ્ત રહે છે. દિવાલના છિદ્રોમાંથી પણ વાત સાંભળવા માટે તે કાન ધરે છે. બારીની તિરાડમાંથી પણ જે કંઈક સાંભળવા મળે છે તે ત્યાં ઊભે રહી જાય છે. તે સતત પોતાના ગ્રાહકને શોધતો ફરતો હોય છે. તેની પાછળ-પાછળ જાય છે. ધર્મસ્થાનમાં ધમ આરાધના કરવાનું બહાનું બતાવીને ત્યાં પણ કાઈની બે વાત કરવા તથા સાંભળવા જાય છે. (તેથી તેને બગલાની જેમ ઠગ ભગત કહ્યો છે.) તેવી રીતે કૂતરાની ઉપમા આપતાં કહે છે કે–નિંદક પણ કૂતરાની જેમ કોઈ અંશ માત્ર દુર્ગણ દેષ જે નથી કે ભાગ્યો નથી અને કૂતરાની જેમ ઉલ્ટી ચાટવા રૂપ તે ક્યાંયથી ને ક્યાંયથી બે–ચાર વાતે શોધી જ લાવે છે. તેના માટે તે તે અહીંથી ત્યાં ભાગે છે. આ રીતે અનેક ઉપમા અને ઉદાહરણોની સાથે નિંદકની સરખામણી કરી. પરંતુ એક પણ ઊંચી સારી ઉપમા, નથી આપી. બધી હલકી–ખરાબ ઉપમાં જ આપી છે. નિંદા ન કરશે કોઈની પારકી રે, નિંદાના બહોલા મહાપાપ રે, વૈર વિરોધ વાધે ઘણે રે, નિંદા કરત ન ગણે માય ને બાપ રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org