________________
૭૫૫ બરોબર કરે. ફરજ એ ધર્મ છે. ધર્મ એ જીવન છે. દેરાસર અને ઉપાશ્રયમાંથી અનુકમે દેવ અને ગુરૂ પાસેથી જે આદર્શે આપણે સમજીને આવ્યા છીએ તેના માટે કાર્યક્ષેત્ર તે તમારું જીવન છે. આથી જીવનના દરેક ક્ષેત્રોને ધર્મ સાથે સંબંધ છે. ધર્મ એટલે સ્વભાવ બદલવે “રઘુરાવો છો ” અતિભાનો સ્વભાવ સમતા છે. બસ સમતામાં રહેવું તે ધર્મ છે. આપણામાં ધર્મ સામાજીક રૂપે વ્યાપક બન્યો છે. પણ તે હકીક્તમાં ધર્મ નથી. સામાજીક ગુણોના સ્થાને સાહજીક ગુણો કેળવવા એ ધર્મ છે. દા. ત. ઘરમાં કોઈ ઝઘડા થયે છે. ત્યારે કોઈ મહેમાન આવે છે. તે તરત જ તમે ઝઘડે ભીને સંકેલી લેશે. વાતાવરણ મધુર બની જશે અને મહેમાનના ગયા પછી ભારેલા અગ્નિની રાખ ઉડતાં પાછું પોતાનું પોત પ્રકાશશે. હવે મહેમાન દરમ્યાન તમે જે ક્ષમાને ધારણ કરી છે. એ તો ક્ષમાનું સામાજિક સ્વરૂપ છે. સાહજિક સ્વરૂપ નથી. તમારે સ્વભાવ જ શાંત, પ્રશાંત, ઉપશાંત બની ગયો હોય કે હવે તો ગુસ્સો કરી શકે જ નહી. સ્વભાવથી જ મૃદુ બની જતાં બીજાને કોધથી ગુસ્સે કરી શકે નહીં આ છે સાહજિક ક્ષમા, સામાજિક ગુણાના સ્થાને સાહજિક ગુણે લાવવાના છે. મયણાના જીવનમાં ધર્મ સહજ રીતે તાણાવાણાની જેમ વણાઈ ગયેલો હતો. તેથી જ આવા કપરા સંગેમાં પણ તે ઉત્તીર્ણ થઈ. પિતાને પતિ કાઢી છે. તેની તેને બિલકુલ ચિતા નથી. ઘરબાર વગરના રસ્તા ઉપરને રાહદારી કાઢીયા જોડે પિતાએ પોતાને પરિણાવી એને એને અફસોસ નથી. સિદ્ધાંતની રક્ષા, ધર્મની રક્ષા એ જ પ્રમાણે શાસનની ચિંતા મયણાસુંદરી હતી. આજે કયાં છે તેવા સાધક? શાસન રક્ષાની વાતોને ઢાલ બનાવી એની નીચે શાસનની અવહેલના–નિંદા કરવી, શાસનરક્ષાના નામ ઉપર સંઘર્ષ–કલહ કરવા શું શોભાસ્પદ છે? આજે અફસોસ એ વાતને છે કે જૈનધર્મમાં નિંદા-પર–પરિવાર, કલહ, અભ્યાખ્યાન, પશુન્ય વિગેરે પાપસ્થાનનું પ્રમાણ વધારે વધી ગયું છે. પોતાના ઘરની વાતોની નિંદા કેઈ બહાર આવીને નથી કરતું. પોતાની બેન, દીકરીની નિંદા કેઈ કરતું નથી. બધાને બીજાનો દોષ જેવો છે અને પોતાની જાતને દુધથી સ્નાન કરેલી પવિત્રતમ્ માનવી છે અને એવી જગતને બતાડવી છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org