________________
७४६
કહેતી હતી. અરે ! સાંભળ્યું તમે! અરે ! સાંભળ–શું તમે આ જાણે છો ? અને બસ કહેવાનું શરૂ ! સમાજમાં કેટલાક લોકો હલકી વાતોમાં જ રસ ધરાવતા હોય છે. તેઓને તેવું જ પસંદ હોય છે. મિઠાઈવાળાની દુકાનમાં જઈને મીઠાઈ ખાનાર કેટલા ? અને રસ્તા પર ઊભા રહીને ફેરીયાવાળાની પાસે ચટાકેદાર ભેલપુરી વગેરે ખાવાવાળા કેટલા? દૂધમલાઈ—રબડી જેવું શુદ્ધ-સાત્વિક–પૌષ્ટિક આહાર ખાનાર કેટલા ? અને ભેલ-ભૂસું—પાઉંભાજી ખાવાવાળા કેટલા ? સમાજમાં બધા સારા જ હોય એ શકય જ નથી, અને કેઈપણ સમાજ એવો નથી જે સર્વથા સારો જ હોય.
વૃદ્ધ બ્રાહ્મણી બધાની સામે હંમેશા શેઠની નિંદા જ કરતી રહે છે. વિવિધ પ્રકારની વાતો બનાવી–બનાવીને કહેતી જાય છે. ગાનયોગ ભવિતવ્યતા એવી થઈ કે એક દિવસ બહારગામથી એક કાપડિયે આવ્યું. તેને ભૂખ સખત લાગી હતી. થોડાક પૈસા વગેરેની પણ જરૂરત હતી. તેણે વિચાર્યું–હું શું કરું? ક્યાં જઉં ? એટલામાં તે સુંદરશેઠની પ્રસિદ્ધિ સાંભળીને તેમના ઘેર આવ્યો અને ભેજન માટે ચાચના કરી. પરંતુ બન્યું એવું કે શેઠના ઘેરથી તેમના પત્ની વગેરે બહાર ગયા હતા. તેથી ઘરમાં આજે કંઈ હતું નહીં. શેઠ ચિંતાતુર થઈ ગયા. હવે શું કરું? ના કહેવાનો તેમને સ્વભાવ નહે. ભાગ્યવશ એકાએક દહીં વેચનારી ત્યાંથી જઈ રહી હતી. આ જોઈને શેઠે તેણીને
લાવી. પૈસા આપીને બધું દહીં ખરીદી લીધું, અને દહીંની લસ્સી બનાવીને આંગતુક મહેમાનને પીવડાવી. વાત એમ હતી કે દહીંવાળીના મસ્તક પર દહીંનું વાસણ ખુલ્લું હતું. એક સમડી પક્ષી તેની ચાચમાં સાંપના બચ્ચાને લઈને ઊડી રહી હતી. ખાદ્ય પદાર્થને જોઈને સમડી તે દહીંના વાસણ પર આવીને બેઠી એટલામાં ચાંચમાં દબાવેલા સાપના મુખમાંથી લાળ-વિષનું બિંદુ દહીંમાં પડી ગયું હતું. તે દહીંની લસ્સી બિચારા બહારથી આવેલા કાપડિયાએ પીધી અને પાંચદસ મિનિટમાં તે તેનું પ્રાણપંખેરું ઊડી ગયું.
કહેવાય છે કે-વાતોને પણ પાંખ હોય છે. બુદ્વીએ આ જોતાં જ સારો અવસર પ્રાપ્ત થયે એમ સમજી તે તે ઘેર–ઠેર કહેવા માટે દોડી. જેરું–! સાંભળ્યું–! હું જ કહેતી હતી–પરંતુ મારું કઈ સાચું જ માનતું નહોતું. આજે તે સાચું માનશે ને ! હવે તે સાચું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org