________________
૬૯૮ અને ગુરૂ આગળ ચાડખાઈને પૈશૂન્યનું પાપ સેવ્યું. ભારે કર્મો બાંધ્યા. અંગષિ આત્મદમનની પ્રક્રિયામાં ફરતા-ફરતે જૈનાચાર્યો પાસે આવી દીક્ષા ગ્રહણ કરીને કર્મ સિદ્ધાન્ત આદિ ભણીને પિતાના અશુભ કર્મોને ઉદય વિચારીને પશ્ચચાતાપની પ્રબળ અગ્નિમાં ક્ષપકશ્રેણિ માંડી કેવળજ્ઞાન પામી મેક્ષે ગયો.
દેવતાઓએ રૂદ્રને ઘણે નિજો. લેકેની પાછળ જેમ કૂતરે ભસે છે. તેમ ચાડીયો પણ લેકેની પાછળ ચાડી ખાતે ફરે છે. તેની દશા કૂતરા જેવી થતી હોય છે. સજજને ના સંસર્ગથી પણ ચાડીયાને કઈ ગુણની પ્રાપ્તિ થતી નથી, આ પશૂન્યની વૃત્તિ ઘણાં ગુણેને ઢાંકી દે છે આ પશુન્યવૃત્તિ ધરાવતા અને તથા–પ્રકારના પાપે સેવતે જીવ આ લેક અને પરલોક બન્ને બગાડે છે. આ લેકમાં અપકીતિ પામી લોકવિમુખ થાય છે. અને પરલોકમાં અશુભ કર્મોના વિપાકે ભેગવી દુઃખી થાય છે. પશૂન્યનું પાપ સેવવા માટે એને માયા-કપટ પણ કરવું પડે છે. પૈશુન્યનું પાપ એકલું લેવાતું નથી. એની સાથે બીજા ઘણાં પાપો સેવવા પડે છે. માટે બીજા પાપથી જ પશુન્ય થાય છે. એમાં ઈર્ષ્યા- ઠેષ– માયા– કપટ અને મૃષાવાદ આદિના ઘણાં પાપ ભેગા સેવવા પડે છે. આ પાપ સેવનારો મત્સર વૃત્તિવાળે અસૂયા ધરાવતે થાય છે. આવા પાપ સેવનારા છ દુષ્ટ-દુર્જન ગણાય છે. છાતીમાં થતા દાહની જેમ પશુન્યવૃત્તિવાળા જીવના હૈયામાં સતત અગ્નિ બળે છે. એનું હૈયું બળતું હોય છે અને આવા જ બીજાના જીવનમાં દિવાસળી ચાંપતા હોય છે. ગમે તેને લડાવે છે, ઝગડાવે છે. કલહના પાપ પણ કરે છે, આવા જ ધર્મ માટે પાત્ર નથી. આ પાપ સેવતા – સેવતા જીવની તથા પ્રકારની વૃત્તિ જ તેવી થઈ જાય છે. અને જેની જેવી વૃત્તિ તેની તેવી પ્રવૃત્તિ થાય છે. સતત તેવી વૃત્તિમાં રહેનાર જ સતત તેવી પ્રવૃત્તિ આચરતો હોય છે. એમાં એ જીવને સતત વારંવાર ભારે ચિકણાં કર્મો બાંધે છે અને તે કર્મોના ઉદયે દુઃખ અનુભવતા હોય છે ભારે દુઃખી થતા હોય છે. આ રીતે પાપ-કર્મ અને દુઃખની પરંપરા ચાલે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org