________________
૫૧૭
મૂલ્યવાન આભૂષણે જોઈને લેભીનું મન જે તે લેવા લાલાયિત થાય પછી તેને તે સ્ત્રી હત્યા કરવામાં પણ વાર નહીં લાગે ! અહીં એ વિચારવા ચોગ્ય છે કે જેવી રીતે એક વસ્તુ ઉપર તમને લોભ-મેહ છે જ્યારે તે વસ્તુ તમારી નથી તે એ વિચારે કે એ વસ્તુ જેની હશે એને એની ઉપર કેટલો લોભ હશે? વધારે જ હશે. આ તે બિલકુલ સ્વાભાવિક જ છે. હવે તે સ્વેચ્છાથી તમને કેવી રીતે આપશે ? એનાથી કેવી રીતે છુટશે? હવે જ્યારે કે તે વ્યક્તિથી છૂટી શકે તેમ નથી ને તમે તે વસ્તુ પરાણે લેવા માંગે છે. તમે ઝૂંટવી લેવા ઈચ્છે છે અને તે નહીં છેડે તે તમે મારઝૂડ કરીને લેવા માંગે છે, છેવટે પરિણામ શું આવશે? તેનું પણ મન એ વસ્તુમાં જ રહેશે. કદાચ લૂંટવાવાળો તેને મારી નાંખશે તો તેને જીવ અર્થાત્ મમત્વભાવ–મેહવૃત્તિ તે વસ્તુની પાછળ લાગી રહેશે અને શકય છે કે તે મરીને તે વસ્તુની પાછળ બીજા જન્મ પણ કરશે અને લોભ પણ એક ખતરનાક કષાય જ છે જેને લીધે ભવોની પરંપરા વૃદ્ધિને પામે છે. લભવૃત્તિથી ભવેની પરંપરા -
પૂજ્ય યાકિની મહત્તરાસુનુ હરિભદ્રસૂરી મહારાજના ગ્રંથ સમરાદિત્ય ચરિત્રમાં ગુણસેન અને અગ્નિશમની જે ભવપરંપરા આગળ વધે છે તેના ત્રીજા જન્મમાં શિખિકુમારે આચાર્યદેવશ્રી વિજયસિંહસૂરી મહારાજને વૈરાગ્યનું કારણ પૂછ્યું અને તેને ઉત્તર આપતાં તેણે પિતાની પૂર્વજન્મની ભવપરંપરાનું કારણ બતાવતાં કહ્યું કે સાંભળો માત્ર લોભવૃત્તિના કારણે અમારા કેટલા જન્મ થયા? અને કેટલી લાંબી વૈર પરંપરા લેભના કારણે ચાલી એ જોવા જેવી વાત છે. વાત એ પ્રમાણે છે કે :
અમરપુર શહેરમાં અમરદેવ શેઠના બે પુત્રે ગુણચંદ્ર અને બાલચંદ્ર હતા. વ્યાપાર માટે વિદેશ ગયા. ઘણા બધા ધનની પ્રાપ્તિ કરીને બાકીની વસ્તુઓ વેચીને તેનું હીરા, મેતી, રત્ન સૈનાચાંદી વગેરેના. ઘરેણામાં રૂપાન્તર કરી પોતાના દેશમાં પાછા ફરતા હતા. ત્યારે સમાચાર મળ્યા કે પોતાના દેશ અમરપુરમાં યુદ્ધ ચાલી રહ્યું છે. તેથી કરીને ચારેબાજુથી પ્રજાજને ભાગી રહ્યા છે. તેથી તે બંને ભાઈ પણ નજીકમાં વિજયલક્ષમી પર્વત હતા ત્યાં ચઢી ગયા અને પરસ્પર વિચાર
Jair
ducation International
For Private & Personal Use Only
www.jainelibrary.org