________________
૨૭૫
વેદ મોહનીયકર્મ
“વિ૬ જાણવું એવા અર્થ વાળા ધાતુ ઉપરથી બનેલા વેદ શબ્દને અર્થ “જ્ઞાન” થાય છે. જેવી રીતે આયુર્વેદ એટલે આયુ વિજ્ઞાનને જાણવા માટેનું શાસ્ત્ર આયુર્વેદ. બ્રહ્મવિદ્ બ્રહ્મવેદ એટલે આત્મા પરમાત્માને જાણવા માટેનું શાસ્ત્ર બ્રહ્મશાસ્ત્ર. હિન્દુ ધર્મમાં જુવેદ આદિ ચાર વેદ છે. જૈનદર્શનમાં વપરાયેલા વેદને ઉપરોકત અર્થ નથી. પરંતુ વિષય, વાસના, કામવાસના, વૈષયિક રાગ, સ્ત્રી-પુરુષના જાતીય ભેગના આકર્ષણના અર્થમાં વેદ શબ્દ વપરાયેલે છે. ભોગેચ્છાને વેદ કહેવાય છે, આ નિશ્ચિત અર્થ (કામાભિલાષ) માં જ વેદ શબ્દનો પ્રયોગ જાણ. સમસ્ત જીવનું ૩ વેદમાં વિભાગીકરણ
સંસારમાં ચારે ગતિમાં એકેદ્રિયથી માંડીને પંચેંદ્રિય સુધીમાં જેટલા જીવે છે તે બધા જીવનું ૩ વેદમાં વિભાજન કરાય છે. एगविह दुविहा तिविहा, चउब्विहा पंच छव्विहा जीवा । चेयण तस इयरेहिं, वेय गइ करण-काएहिं ॥
નવતત્વ પ્રકરણમાં ૧, ૨, ૩, ૪, ૫, ૬, પ્રકારના જીનું વગી. કરણ કરતાં વેદની દૃષ્ટિથી જીવેના ૩ પ્રકાર બતાવ્યા છે. આ ત્રણ ભેદમાં ચારે ગતિના સર્વ જીવેને સમાવેશ થાય છે. વેદને અર્થ નીચે પ્રમાણે છે.
(૧) સ્ત્રીવેદ કર્મના ઉદયથી પુરૂષની સાથે મૈથુન સેવન કરવાની ઈચ્છા થાય છે. ભોગ ભેગવવાની ઈચછામાં કારણ રૂપ આ સ્ત્રી વેદ કમને ઉદય છે.
(૨) પુરૂષદ કર્મના ઉદયથી સ્ત્રીની સાથે મૈથુન સેવન કરવાની ઈચ્છા થાય છે. સ્ત્રી શરીરના ઉપભેગથી વૈષયિક સુખની ઈચ્છા જે કર્મના ઉદયથી થાય છે તે પુરુષવેદ મોહનીય કર્મ કહેવાય છે.
(૩) નપુંસકવેદ કર્મના ઉદયથી સી-પુરુષ બંનેની સાથે મૈથુન સેવનની ઈચ્છા થાય છે. બંનેના લેગ દ્વારા વિષય વાસનાને સંતોષવાની ઈચ્છા જેના વડે થાય છે તેને નપુંસકવેદ મોહનીય કર્મ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org