________________
૨૭૩
મર્યાદા સુધી રાખવાને માટે, આયુષ્યકર્મ દ્વારા કાળ મર્યાદા નિશ્ચિત કરી નામ, જાતિ, રૂપ, ઈન્દ્રિયે શરીર વિગેરે માટે નામકર્મ બાંધ્યું. વળી ઊંચ-નીચ કુળમાં ઉત્પનન થવાના કારણભૂત ગોત્રકર્મ બાંધ્યું. ત્યાં વેદનીયકર્મ જનિત સુખદુઃખની પ્રાપ્તિ થઈ. હવે સંસારમાં અન્ય જીવોની સાથે અથવા પુદ્ગલજન્ય પૌગલિક પદાર્થોની સાથે આકર્ષણ અને અપાકર્ષણના હેતુભૂત રાગ અને દ્વેષની પ્રવૃત્તિથી જીવે મેહ અને મમતા કરી. આ રાગદ્વેષની પ્રવૃત્તિથી ઉત્પન્ન થયેલા મેહ અને મમત્વથી આત્માનો અનંત ચારિત્ર ગુણ આચ્છાદિત થયા. યથાખ્યાત એટલે જે યથાર્થ-વાસ્તવિક આત્માનું પરમ શુદ્ધ સ્વરૂપ હતું, તેના ઉપર સૂર્ય ઉપર વાદળની જેમ એક આવરણ આવી ગયું, છવાઈ ગયું. આને મેહનીય કર્મ કહેવાય છે.
આવી રીતે સંસારમાં રહેલાં સંસારી પ્રત્યેક જ આઠ કર્મોથી લેપાયેલા છે, ઘેરાયેલા છે. અનાદિકાળથી પહેલેથી જ કર્મગ્રસ્ત અવ સ્થાવાળા સંસારમાં રહ્યાં છે અને પોતાની પ્રવૃત્તિ કરી રહ્યા છે. એક જન્મથી બીજા જન્મમાં, એક ગતિથી બીજી ગતિમાં, એક શરીરથી બીજા શરીરમાં આવી રીતે જીવાત્માનું પરિભ્રમણ સતત ચાલુ છે.
આઠ કર્મોમાં પ્રધાન એવા મેહનીય કર્મે આત્માના અનન્ત ચરિત્ર ગુણને દબાવીને રાગ-દ્વેષની પ્રવૃત્તિ કરાવવી શરૂ કરી. જો કે રાગ-દ્વેષની વૃત્તિથી જ મેહનીય કર્મ બન્યું છે અથવા બીજા શબ્દોમાં કહીએ તે બ્રહ્મલીન–બ્રહ્મજ્ઞાન મગ્ન આ આત્માના બ્રહ્મચર્ય ગુણને દબાવીને આત્માને અબ્રહ્મ પ્રત્યે પ્રવૃત્તિ કરાવવા માટે મેહનીય કર્મ ઝુંબેશ ઉપાડી. હવે પરિણામ એ આવ્યું કે આત્મા આત્મસ્વરૂપને છેડીને, બ્રહ્મજ્ઞાનને ભૂલીને, અબ્રહ્મમાં, આત્માથી ભિન્ન શરીર પ્રવૃત્તિમાં મગ્ન બન્યો. આ પ્રમાણે જીવ સ્વભાવદશાને છેડીને વિભાવદશામાં રમણતા કરવા લાગ્યો. આમબાહ્ય શરીરની પ્રવૃત્તિમાં જીવને રસ આવવા લાગ્યા. વૈભાવિક સુખની અનુભૂતિ થવા લાગી. આવી રીતે મેહનીય કર્મો વિભાવદશાના વૈભાવિક સુખના કારણે આત્માને બાહ્યા ભિમુખ જ રાખે. દેહાભિમુખ બનાવી દીધે, આજે અનાદિકાળથી દેહાધ્યાસ-દેહરાગની તીવ્ર આસકિતમાં જીવ પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org