________________
૩૦૭
પણ ગર્ભપાતને કાયદાથી રક્ષણ આપ્યું છે. જાહેરખબર ઘણી સ્પર્ધામાં થઈ રહી છે. આવી સ્થિતિમાં-યુવતિઓ માતા-પિતાથી જબરાઈ કરીને ત્યાં ચાલી જાય છે. માને કહે છે શાકભાજી લેવા બજારમાં જાઉં છું, બહેનપણીને મળવા જાઉં છું અને અહીંયા ગર્ભપાત કેન્દ્ર પર આવી જાય છે. વિજ્ઞાને પણ આપના આ પાપને છુપાવવા માટે કેટલી સગવડ ઉપસ્થિત કરી છે. આવે–ફક્ત ૧ કલાકમાં ગર્ભપાત કરાવીને ઘેર જાઓ. બિલકુલ આધુનિક રીતથી કરાઈ રહ્યો છે. હવે કેને ભય રહે? આજે આ સ્વતંત્ર દેશમાં સ્ત્રીઓએ જ્યારથી સ્વતંત્રતા અને પુરૂષોની સમકક્ષ સમાનતાને પામી ત્યારથી પાપ પણ સ્વતંત્ર બની ગયું છે. હવે બધા પ્રકારના પાપ નિર્ભય, નિરંકુશ છે. પાપીને ચારે બાજુથી સાથ છે, સહયોગ છે, એ સમય આવ્યો છે.
અને આ વયિક યુગની જ આ દેન છે કે અમેરિકા આદિ વિદેશોમાં ૧૪,૧૫,૧૬,૧૭ વર્ષના ૭૦ ટકાથી ૮૦ ટકા–પ્રતિશત કોલેજની અવિવાહિત યુવતીઓ બે-ત્રણ વાર ગર્ભપાત કરાવી ચૂકી છે. આજે પવિત્ર સીતાને શોધવી એ પણ મૂર્ખતા છે. આ પરિણામ છે કે અમેરિકા જેવા દેશમાં સ્ત્રીઓને સ્તનનું કેન્સર, સ્ત્રીઓના ગુપ્ત અંગોના કેન્સરનું પ્રમાણ પણ અત્યંત અધિક વધતું રહ્યું છે દર ૧૦૦ યુવતિઓમાં ૧૫ થી ૧૭ (અથવા તે થોડી વધારે) યુવતિએ આવા કારણથી કેન્સર ગ્રસ્ત બને છે ધૂમ્રપાન–આદિ વ્યસનના કારણે થતાં કેન્સર આદિ મોટા રોગથી પ્રતિવર્ષ લાખ લોકે મરે છે. કુતરાના મોતે મરે છે. ૮૦ ટકા સેમાંથી ઉપર ગુપ્ત રોગોની બિમારીઓનો ચેપ ફેલાયેલો છે. આ ભયંકર સડે ચારે બાજુ જલદીથી ફેલાઈ રહ્યો છે. વિચારે! આ કેવી તરકીબ છે? આ કોની તરકીબ છે? સમાજની ? દેશની શિક્ષાક્ષેત્રની? અથવા વિજ્ઞાનની ?
વિજ્ઞાનની તરકીબ-વિજ્ઞાનને વિકાસ જોઈએ-સર્વનાશ-અને મહાવિનાશના મુખ ઉપર લાવીને આજે સારી માનવજાતને રાખી દીધી છે. જ્યાં પ્રતિદિન સંશોધન કરીને નવી-નવી દવાઓ બનાવાઈ રહી છે ત્યાં નવા-નવા રોગ પણ ઉત્પન્ન થઈ રહ્યાં છે. કેટલાંક રેગ તો આજે માત્ર દવાઓથી જ ઉત્પન્ન થઈ રહ્યા છે–જેને Drug Disease કહેવાય છે. હાશ....આજે પ્રગતિની, વિકાસની વ્યાખ્યા પણ બદલાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org