________________
૨૧૯
मित्र - पुत्र कलत्रादि भ्रातरः पितरोऽपि हि । संसन्ति क्षणमपि न म्लेच्छैरिव तस्करै : ॥
ક્ષુદ્રો-મ્લેચ્છેાની સાથેના એક ક્ષણના પણ સંસગ હિતાવહ નથી તેમ ચોર, અપરાધીની સાથે તેના પુત્ર, મિત્ર, પત્ની, ભાઈ, બહેન માતા, પિતા કઈ સંબંધ રાખતા નથી. તે વિચારે છે કે તેની સાથે સંબંધ રાખવાથી તેમને સહન કરવું પડશે. અમારુ નામ પણ ખરાખ થશે. અમારા કુળની આબરૂ જશે. સગાપણ પરાયા થઇ જાય છે. વિચાર કરી ચોરને સુખ શાંતિ કયાં છે ? તે ધનને શું કરશે ? શું તેનાથી પેટ ભરાશે ?
વળી સમાજમાં પણ તે અપમાનિત પાપ છે. તેના માન-પાનપ્રતિષ્ઠા સનાશ થાય છે અને કાઈપણ ભારે સજા ભાગવવી પડે છે. તેનું પાપ પ્રગટ કરવામાં આવે છે, ત્યારે ભારે અપમાન સહન કરવું પડે છે. જીવનનુ સુખ સમાપ્ત થઈ જાય છે. ચોરી કરનારને મંત્રવિદ્યા નુ ફળ મળતું નથી. કેઈ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. ચોરીની સાથે વ્યસન જેવા દુરાચાર પણ આવે છે. એક પાપ અનેક પાપની પર પરા સર્જે છે.
એકવાર નરકની સજાથી પણ પાપ નાશ પામતુ નથી પછીના જન્મામાં પણ શેષ પાપ સાથે આવે છે. અને કેટલાય જન્મોગ્ કરે છે. ચોરીના સસ્કાર એવા જામે છે કે તે જન્માંતરે સાથે આવે છે અને અનેક જન્મા બગાડે છે.
આજથી જ આ જન્મમાં ચોરી ત્યાગની પ્રતિજ્ઞા કરીને પછીના જન્માની સુધારણા કરવી. પાપ પાપ જ છે. તે આજે જ શા માટે ન છોડી દેવું ? જીવન નિષ્પાપ; શુદ્ધ પવિત્ર મનાવવા ચોરીને ત્યાગ અત્યંત આવશ્યક છે. હિતાવહ છે. સર્વ જીવા આ પાપથી મચે તેવી શુભેચ્છા....
Jain Education International
For Private & Personal Use Only
**
www.jainelibrary.org