________________
૨૫૧
એકવાર સાધુઓ વિહાર કરીને અન્ય ગામ ગયા ત્યારે એક જ્ઞાની ગીતાર્થ આચાર્યને પૂછયું કે, “ગુરુજી ! આ બાળ સાધુ આવી રમુજ કેમ કરે છે?” આચાર્યજીએ જ્ઞાનાગ દ્વારા જેઈને કહ્યું કે આ બાળ સાધુ ગયા જન્મમાં ચેર હતે. ચોરી કરવાને તેને વ્યવસાય હતે. આજે તે સંસ્કાર તેના ઉદયમાં આવ્યા છે. પરંતુ દીક્ષા લીધી હોવાથી તે ચોરી કરતા નથી જે સંસારમાં હેત તે ચોરી કરીને મોટો ચોર થઈ જાત આજે બાળક હોવાથી રમુજમાં તમારી વસ્તુઓ છુપાવી દે છે પણ ભવિષ્યમાં મહાવ્રત લીધેલા હોવાથી તે સમજી જશે. આમ જન્મજન્માંતરના સંસ્કાર પણ એક જન્મથી બીજા જન્મમાં જાય છે. એ સંસ્કાર પશુ પક્ષીઓમાં પણ આવે છે.
ઉંદર વાંદરા જેવા પશુઓ પણ ચેરી કરે છે.
મુંબઈમાં એ પ્રસંગ બન્યો હતો કે એક વાંદરો ચોરી કરતા પકડાઈ ગયે. તે કઈ કઈ ઘરોમાંથી રૂપિયા નાણાંના સિકકા ચોરી જ. કેટલાય દિવસ આ ક્રમ ચાલ્યો જનતા હેરાન થઈ ગઈ એક વાંદરાને મદારીએ કેઈના ખીસ્સામાંથી ચોરી કરવાનું શિખવ્યું હતું. તે વાંદરો ઝાડ પરથી ઉતરીને કેઈના ખીસામાંથી જે વસ્તુ મળે તે લઈને ભાગી જતો હતે. એક બીજે વાંદરો ઝાડની નીચેની ડાળ પર બેસો અને રસ્તે જતા યાત્રીકના ખીસ્સામાંથી પૈસા ખેંચી લઈને પાછો અડની ટોચ પર ચઢી જતો હતું અને પછી ઘરની છત કૂદીને પિતાના માલિકને વસ્તુઓ આપી દેતા હતા. આખરે વાંદરાને માલિક પકડાઈ ગયે અને બંનેને સજા કરવામાં આવી.
જમીન ખેદીને નાણું ત્યાં દાટી દેતા હતા એક ઉંદર આ સેનુંનાણું વગેરે જમીન ખેડીને કાઢીને ચરી જાતે પોતાના મોંમા નાણું રાખીને બીજા વૃક્ષ પાસે જઈ ત્યાં દર કરી ધન એકઠું કરતે આ પ્રકારે તે ઉંદર અંદગી સુધી ચોરી કરતે હતે. પાક્ષિક સૂત્રમાં ચેરી વિષે કહ્યું છે કે
"अहावरे तच्चे भंते । महन्वए-अदिन्नादाणाओवेरमण सब्वभते । अदिन्नादाण पच्चक्खामि ! से गामे वा, नगरे वा, अरण्णे वा, अप्पं चा, बहु वा, अणु वा थूलं वा चित्तमंत्तं वा" अचित्तमंत वा ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org