________________
૨૫૦
વ્યવહારમાં ધન–પૈસાને પણ અગ્યારમાં પ્રાણ માનવામાં આવ્યા છે. કારણ કે મનુષ્યને ધન જીવનથી પણ પ્યારું લાગે છે તેથી ધનની ચોરી પ્રાણેની હિંસા કરતાં પણ વિશેષ પાપ ગણવામાં આવે છે. કહેવાય છે કે ધનની ચોરી પાછળ જાણે કે એના પ્રાણની ચોરી થાય છે. બાહ્ય પ્રાણું નૃણામર્થો હરતા તે હતા હિ તે”
કોઈવાર ધન ચેરાવાથી વ્યકિત મૃતપ્રાયઃ બની જાય છે એવા સમાચાર મળે છે કે ધનહરણ થવાથી વ્યક્તિ આઘાત પામીને મૃત્યુને શરણ થઈ. સાંભળવામાં આવ્યું હતું કે મુંબઈના એક શ્રીમંતને ત્યાં લાખ રૂપિયાની ચોરી થઈ પૂરી જીદગી મહેનત કરીને શેઠ કમાયા હતા તે સઘળું ધન ચોરાઈ ગયું. તે સાંભળીને શેઠના પ્રાણ નીકળી ગયા, અને સુશિક્ષિત પુત્ર પાગલ થઈ ગાયે. આથી કહેવાય છે કે ચોર ધન તે ચોરે છે કે સાથે સાથે પ્રાણ પણ ચોરે છે. ચાર સાત પ્રકારના બતાવ્યા છે
चौर १ चौरापको २ मन्त्री ३ मेदज्ञ ४ काणकक्रयी ५। अन्नद : ६ स्थानद ७ श्चेति चार : सप्तविधः स्मृत : ॥
નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે (૧) એક સ્વયં પોતે જ ચોર હોય છે. (૨) ચોરને સર્વ પ્રકારની સામગ્રી પૂરી પાડનાર તથા મદદ કરનાર ચીરાપક, (૩) ચોરને ચોરી કરવા માટે સલાહ આપનાર મંત્રી, (૪) ચેરો. દ્વારા ચોરીની યોજનાને ભેદ જાણવાવાળે. (૫) ચોરીને માલ લેવા. વાળો, (૬) ચોરને ભેજન આદિ સામગ્રી આપનાર (૭) ચોરોને આશ્રય આપવાવાળા. આ પ્રમાણે સાત પ્રકારના ચેર બતાવ્યા છે. પૂર્વ જન્મની ચોરીના સરકાર
કેટલીકવાર પૂર્વ જન્મનાકે જન્મ જન્માંતરના સંસ્કારે મૃત્યુ બાદ બીજા જન્મમાં સાથે આવે છે અને તે પિતાને પ્રભાવ દેખાડે છે. એક દસબાર વર્ષના બાળકે દિક્ષા ગ્રહણ કરી સાધુ થયો. તે બાળસાધુ સમુદાયમાં પ્રિય હતું. તે વિનેદી સ્વભાવવાળે હેવાથી તેને રમુજ કરવાની ટેવ હતી. કેઈની વહુ આગળ પાછળ મૂકી દેવાની તેને ટેવ પડી હતી. કેઈવાર કઈ સાધુને દાંડો છુપાવીને મૂકી દે કેઈનું પાત્ર વસ્ત્ર છૂપાવી દેતા હતા. અને જ્યારે સાધુ તે વસ્તુ શોધે ત્યારે તેને મજા આવતી હતી. આ રજને એક કમ બની ગયે હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org