________________
૨૨૨
માંદીને સાજ કહેવી, અંગહીન હોય વિકલાંગ હોય તેને સાંગોપાંગ કહેવી ઈત્યાદિ આ બધે કન્યા સંબંધી અલીક મૃષાવાદ છે, (૨) ગવાલિક
પિતાના કે અન્યના ઢોરઢાંખર માટે સ્વાર્થને વશ થઈ ખોટું બોલવું. જેમકે દૂધ દેતી ગાય હેય પણ નથી દેતી તેમ કહેવું. દૂધ ઓછું આપતી ગાય હેય પણ તે વધારે આપે છે એમ કહેવું વગેરે (૩) ભૂસ્યલીક :
જમીન-મકાન વગેરે સ્થાવર મિલક્ત અંગે પોતાના ફાયદા માટે ખોટું બોલવું જેમકે ઉપજાઉ જમીનને ઉખર કહેવી, ઉખરને ઉપજાઉ કહેવી. સારા ઘરને, પડેશ ઠીક નથી વગેરે કહેવું ખરાબ-અગવડ ભય ઘર-દુકાનને અનુકૂળ છે વગેરે કહી તેના ખરીદ વેચાણમાં લાભ ઊઠાવ. (૪) ન્યાસાપહાર –
- ન્યાસ=અનામત થાપણ, ઉપહાર કરે એટલે પચાવી પાડવું. કોઈની થાપણ હીરા મોતી, નાણાં વગેરે પચાવી પાડવા અને લેવા આવે કહેવું “તે આવી થાપણ મારે ત્યાં કયાં મૂકેલ છે. ?” વગેરે અસત્ય બોલવું. (૫) ફટસાક્ષી :
કોઈના પણ વિષે જૂઠી સાક્ષી આપવી. કેઈ લાલચ કે લોભને વશ થઈને જોયું હોય, જાણતા હોય, છતાં ન્યાયાધીશ સમક્ષ ના કહેવી. જે વાતની ખબર ન હોય તેમાં હા ભણાવી ઈત્યાદિ અસત્યે પણ મૃષાવાદ છે. વકીલે વિષે -
આપ સૌ જાણે છે કે વકીલે શું કરે છે? ન્યાયાધીશ કે વકીલોએ સત્યને પક્ષ લઈને સત્યને પ્રસ્થાપિત કરવું જોઈએ, તેને બદલે વકીલે મેટે ભાગે જૂઠને સાચું ઠરાવે છે. અને સાચાને ખોટુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org