________________
૨૧૯
અભૂતભાવન કહે છે. કેઈએ આપણી કે કેઈની વસ્તુ ન લીધી હોય પણ વાત ઉપજાવીને કહેવાય તેણે આ વસ્તુ લીધી છે. તેમ આરોપ મૂકે. આ પણ મૃષાવાદ છે. (૩) અર્થાતર અસત્ય :
વસ્તુ જે હતી, જેવી હતી તેના સ્વરૂપનું પરિવર્તન કરીને કહેવું કે આ વસ્તુ તમારી કયાં છે ? આવા અસત્યને અર્થાતર કહે છે. અસલને નકલી કહેવું, નકલીને અસલી કહેવું. નવાને જૂનું કહેવું અને જુનાને નવું કહેવું. આ અર્થાતર છે. (૪) ગહ-અસત્યઃ
સત્ય બેલતાં તેને કઠેરતાથી, કસૂતા પૂર્વક કહેવું, સત્ય હોય પણ ભાષા એવી હોય કે જાણે તેનું સ્વરૂપ હિંસાત્મક હય, આ ગહરૂપ અસત્ય છે. હરણ જેવાં પશુઓને શિકારીને બતાવવાં, મૂર્ખને મૂખે–ગાંડ એમ કહેવું, આંધળાને-અંધે કહીને કટુતાથી બેલાવે. આ બધા ગહ અસત્ય છે. જૂઠે અર્થ કરવાને પરિણામે વસુરાજા નરકે ગયે -
એક સમયે વસુરાજા મહાન સત્યવાદી તરીકે પ્રખ્યાત હતો. વસુરાજાને બે સહાધ્યાયી મિત્રે હતા. એકનું નામ નારદ હતું અને બીજે ગુરુપુત્ર હતો તેનું નામ પર્વત હતું. પર્વત કલપતિ થયા હતા અને છાત્રોને ભણાવતે હતે. એવામાં નારદ તેને મળવા આવ્યા. એ સમયે પર્વત વિદ્યાથીઓને ભણાવતો હતો અને તેમાં “એજ” શબ્દ આવ્યું. પર્વતે આજને અર્થ બકરો થાય એમ જણાવ્યું. યજ્ઞમાં “અજરને હેમ કરે એટલે એ અર્થ થયો કે યજ્ઞમાં બકરાને બલિ આપ. આ સાંભળીને કેટલાક વિદ્યાથીઓ તો ઉંચા-નીચા થઈ ગયા અને ખળભળાટ થવા લાગ્યો. ચતુર નારદે કહ્યું કે “અજને અર્થ જૂની ડાંગર' એમ થાય છે અને આપણા ગુરુએ આપણને વારંવાર એ રીતે પાઠ આપે છે. તેણે સ્પષ્ટ કહ્યું કે અજ એટલે અ + જ = જેને જન્મ ફરીથી નથી થતે તે જૂની ડાંગરને વાવીએ તે તે ફરીથી ઉગી શકતી નથી. નારદે કહ્યું, પર્વત, તારી ભૂલ થાય છે. પર્વતને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org