________________
૨૧૬
સુધી તેનું જે પાપ લાગશે તેને મેટ ભાગીદાર ઉસૂત્ર પ્રરૂપક રહેવાને. કારણ કે આ બધાય પાપના વર્તુળના કેન્દ્રમાં એ સૂત્રધાર છે. શાસ્ત્રો કહે છે કે એ મહામૃષાવાદી જીવ બધિ દુર્લભ બનીને અનંત સંસારમાં રખડયા કરે છે અને તેને સંસાર વધતો જ જાય છે.
““હે માળે ” જેવી Present Continous Tenseની સીધી વાત ભગવાનના જમાઈ જમાલના મગજમાં બેઠી અને તે ભગવાનની વિરુદ્ધ પડયો અને તેણે અલગ પંથ ચલાવ્યું. જે પિતાજી દિલહી. જવા ઘરેથી નીકળ્યાં હોય અને સ્ટેશને પણ ન પહોંચ્યા હોય તે પહેલાં કોઈ આવે અને પૂછે, પિતાજી કયાં છે ? “સ્વભાવિક રીતે વ્યવહારમાં એમ કહેવાય છે. જવાબ અપાય છે કે પિતાજી દિલ્હી ગયા છે. જ્યારે ખરેખર તે હજુ દિલ્હી દૂર છે. પિતા દિલ્હી જવા માટે ઘરેથી જ નીકળ્યા છે. આમ વર્તમાનકાળના પ્રયોગમાં ગંતવ્ય સ્થાનને પણ આવરી લેવાય એ વ્યવહાર છે. પણ જમાલિએ તેને સ્વીકાર ન કર્યો અને લોકોમાં ઉલટી વાતો કરવા લાગ્યા. એજ રીતે આજીવન મત ચલાવનાર ગોશાલકે પણ ઉસૂત્રની પ્રરૂપણા કરીને મહામૃષાવાદનું સેવન કર્યું.
આજકાલ એવી પણ કેટલીક માન્યતાઓ ચાલે છે કે જે સર્વજ્ઞના સિદ્ધાંતની વિરૂદ્ધ છે. અજ્ઞાની લેકે અને સામાન્ય માણસો એ સમજી શકતા નથી. પણ તેને અનુસરે છે. કેટલાક એમ કહે છે કે મરનારને બચાવવામાં પાપ છે. કોઈ ડૂબતો હોય કેઈ સળગતો હોય તે તેને બચાવ વામાં એકાંતે પાપ છે. આપણે દયા ધર્મ પાળનારાઓને આ વાત કેવી રીતે ઉચિત લાગે ? એક બાજુ સર્વજ્ઞની સૂક્ષમ અહિંસાવાળે ધર્મ અને એમાં એમ કહેવું કે મરતાને બચાવવામાં પાપ છે. કેવું વિચિત્ર મહાઅજ્ઞાનીને પ્રલાપ લાગે છે છતાંય અફસની વાત છે કે આવી વાત ચાલે છે.
અરે ! આવા લેકે તો ત્યાં સુધી કહે છે કે ભગવાન મહાવીરે, તેજલેશ્યાથી સળગતા ગોશાલાને બચાવ્યા તેમાં તેમની ભૂલ હતી. તેઓ છદ્મસ્થ હતા તેથી તેમણે આ ભૂલ કરી.” જરા વિચારો તે ખરા આમાં કેટલું તથ્ય છે? તે લેસ્થાને ઉપસર્ગ ભગવાનને ક્યારે થયો? ભગવાનની ભૂલ હતી એમ કહેવું સહેલું છે. પણ મહામૃષાવાદના
:
rk:::
- અ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org