________________
૨૧૪
કાધની સાથે માનને પણ ગણી લેવાનું છે. આમ ચાર કષાયોમાંથી પહેલે ક્રોધ લીધે છે અને અંતિમ લાભ લીધે છે. વચ્ચેના બન્ને કષાયો અંતર્ગત રહ્યા છે.
ધના આવેશમાં કેટલાય માણસે જૂઠ બોલે છે. એ જ રીતે મોટે ભાગે લોકો વેપાર-ધંધામાં, લેવડ–દેવડમાં ભને વશ થઈને જૂઠું
લે છે. ત્રીજું કારણ ભય છે. છોકરાને ડર છે કે બાપ મારશે. એમ ભયને વશ થઈને પણ જૂઠું બોલાય છે. ચેરને જેલને ભય છે. અપરાધીને સજાને ભય છે તેથી જઠનો તેઓ આશ્રય લઈ લે છે. હવે બાકી વાત રહી મજાકમશ્કરીની. ગપ્પા લગાવવા બેઠા અને ઠઠ્ઠા-મશ્કરી કરવામાં વાત વણીને મૂકવામાં આવે, જેથી સૌને હસવું આવે. આવી વાતો મોટે ભાગે જુઠી કે અધી જૂઠી હોય છે–આમ પણ અસત્યને વચન વ્યવહાર ચાલે છે.
એકવાર કેઈ એક શેઠ ઉપર તાર આવ્યા. શેઠ જમવા બેઠા હતા, તાર ખેલીને વાંચે તે તેમાં લખ્યું હતું કે તમારે પુત્ર મરણ પામ્યો છે. શેઠને એકને એક છોકરો હતો, શેઠ આઘાત ન જીરવી શકયા અને તેમને હાર્ટ ફેલ થઈ ગયું, બે કલાક પછી બીજે તાર આવ્યું એમાં લખ્યું હતું “એપ્રિલ ફૂલ બેલે આવી મજાક-મશ્કરીનું શું પરિણામ આવ્યું? શેઠને તો હવે કોઈ પાછા લાવી શકે તેમ ન હતું.
સંસારમાં સૌથી વધારે પ્રમાણમાં અસત્યનું સેવન ઠઠ્ઠા–મશ્કરીમાં થાય છે. એનાથી જરા ઉતરતા પ્રમાણમાં ભયને કારણે થાય છે. તેનાથીય ઓછા પ્રમાણમાં લોભ અને તેનાથી પછીના ક્રમે ક્રોધને કારણે થાય છે. જે ચઢતા ક્રમ જોઈએ તે ક્રોધની અપેક્ષાએ લોભથી સો ગણું અને તેનાથી હજાર ગણું ભયના કારણે અને એનાથી લાખગણું વધારે હાસ્યાદિને કારણે સંસારમાં અસત્યનું સેવન થાય છે.
મૃષાવાદના ૨ પ્રકારે
સામાન્ય મૃષાવાદ
મહામૃષાવાદ (૧) નાની નાની વાતેમાં સહેજમાં જ મોંએથી અસત્ય વચન નીકળી
જાય. એને સામાન્ય પ્રકારને મૃષાવાદ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org