________________
૧૮૬
જીવ મારે માટે ત્યાજ્ય (૧૬) બત્રીસ પ્રકારના અનંતકાય (૧૭) બેળ અથાણું, કાકડીનું આચાર, વાસી કચુંબર, ધાન્ય કઠોળ મિશ્રિત અથાણું, ત્રણ તડકા ન ખવરાવેલ અથાણું, લીલા બીલાં, પાંચ ઉદ્દે બર, લીલા વાંસનું અથાણું તેમજ ત્રણ તારની સાકરની ચાસણી ન હોય તેવાં અથાણા (૧૮) દ્વિદળ કાચાં દૂધ-દહીંની સાથે કઠોળ કે કઠોળના પદાર્થ મિશ્રિત કરીને ખાવામાં પણ અસંખ્ય જીવની ઉત્પત્તિ થાય છે. (૧૯) રીંગણ. બધાં જ પ્રકારનાં રીંગણું જેમાં બીજ પણ બહુ જ હોય છે. સૂક્ષ્મ ત્રસ જીવ પણ જેની ટેપમાં બહુજ છે. તથા વિકારીતામસ હોય છે. એટલે તે પણ અભક્ષ્ય છે. (૨૦) અજાણ્યા પુષ્પ-ફળ જંગલના કિંપાક વગેરે ફળ તેમ જ ફૂલ વગેરે જેનાં નામ, ગુણ, દેષ, રસ, ગંધનું જ્ઞાન ન હોય, અનુભવ પણ ન હોય (૨૧) તુચ્છ ફળ જેમાં ખાવાનું થોડું જ હોય અને ફેંકી દેવાનું વધારે હોય એવાં બોર, બદરીફળ, પીલુ, પશુ, ચણીબેર, ગુંદા, આમલીને મહેર, જાંબુ વગેરે તુચ્છ ફળ છે. (૨૧) ચલિતરસ-રસ, સ્વાદ જેને બગડી ગયે હોય, સડેલું, પાકી ગયેલું, બગડેલું ફળ-ફૂલ અને લીલાં શાકભાજી વગેર. ફાટેલું દૂધ, વાસી રાઈ, બગડેલું ઘી, ફુગ વાળા પદાર્થ, બ્રેડ, ગંધવાળો લેટ, ચણાને લેટ, વાસી મિઠાઈ વગેરે ચલિત રસમાં અનેક જીવોની હિંસા થવાને કારણે અભક્ષ્ય છે, ત્યાજ્ય છે. હિંસાની દષ્ટિએ રાત્રિ ભેજન પણ સર્વથા ત્યાજ્ય છે.
આ રીતે જીવ હિંસાની અધિકતાને કારણે ગીતાર્થ જ્ઞાની ભગવંતેએ ખાદ્ય પદાર્થમાં પણ મર્યાદા ઘર્મની વ્યવસ્થા કરી છે. ખાવામાં ગ્યઅયોગ્ય વસ્તુઓ પણ જેની હિંસા કરાવીને આપણને ભારે કર્મના બંધનમાં ન બાંધે તે પણ ધ્યાન રાખવું જોઈએ. નહીં તો દુગતિની પ્રાપ્તિ થશે.
હિંસાના ત્રણ પ્રકાર
(૧) સ્વરૂપ હિંસા (૨) હેતુ હિંસા (૩) અનુબંધ હિંસા સ્વરૂપ હિંસાઃ
અંતઃકરણમાં દયાનું પરિણામ હોવા છતાં પણ બાહ્ય કિયા કરવા માત્રથી પણ જે હિંસા થાય તે તે સ્વરૂપ હિંસા કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org