________________
૧૮૫
(વિરુઢ) પાણીમાં પલાળવાથી નિકળતા બધાં જ અંકુર (૨૮) કાવત્થલા ની (ર) શુકરવલી (સુઅરવલી) વેલ (૩૦) પાલકની ભાજી (૩૧) કૂણું આમલી. જેમાં બી ન હોય (૩૨) આલુ-બટાટા (૩૩) પ્યાજ (કાંદા, ડુંગળી) મુખ્ય-મુખ્ય આ બત્રીસ અનંતકાય જીવ છે. આ બધાંને ખાવાને નિષેધ છે તેને કાપવા-ખાવાથી અનત જીવોની હિંસા થાય. છે. તેથી તે વર્જય-ખાવાને નિષેધ-વાપરવાને નિષેધ છે. પ્રત્યેક વનસ્પતિકાય –
એગ સરીરે એ જેસિં તે ય પોયા” એક શરીરમાં એક જ જવ હોય તેને પ્રત્યેક વનસ્પતિકાય કહે છે.
તેમાં બીજ હોય છે. એક બીમાં એક જીવ હોય છે. ભીંડા કારેલા દૂધી, કાકડી, પપૈયું, તુરીઓ વગેરે લીલી વનસ્પતિમાં તેમજ બધાં જ પ્રકારના ફળ-કેળાં, સફરજન, નારંગી, નાસપતિ, મોસંબી વગેરે અને ધન-ધાન્ય–કઠોળ વગેરે પણ.
પ્રત્યેક વનસ્પતિ કે ફળ-ફૂલ-ધાન્ય, કઠોળને ઉપયોગ કરવામાં એક શરીરમાં એક જ જીવની હિંસા થાય છે. જ્યારે તેના કરતા અનંતકાય સાધારણ વનરપતિને ઉપગ કરવામાં કે કાપવામાં– કે ખાવામાં અનંત જીવોની હિંસા થાય છે એટલે જ અનંત જાની ખૂબ મોટી હિંસાથી બચવા માટે તેના પચ્ચકખાણ-પ્રતિજ્ઞા કરવી જોઈએ આ જ અહિંસાનો ધર્મ કે મર્મ છે. ૨૨ અભક્ષ્યના ભક્ષણમાં પણ હિંસા –
પાંચ કદંબર ફળ. (૧) વડનું ફળ (૨) પારસ પીપળાનું ફળ (૩) પ્લક્ષ વૃક્ષનું ફળ (૪) ઉદ્દે બ૨ વૃક્ષ (ગુલર)નું ફળ (૫) કચુંબર (કાળા ઉદુંબર) વૃક્ષના ફળ આ પાંચે વૃક્ષના ફળ સર્વથા ત્યાજ્ય છે ૪ મહાવિગઈ (૬) મધ (૭) મદિરા-શરાબ (દારૂ) (૮) માંસ (૯) માખણ પણ અનેક જાની હિંસાને કારણે ત્યાજય છે. (૧૦) હિમ (બરફ) (૧૧) વિષ–ઝેર (૧૨) કરા આકાશમાંથી વરસાદના રૂપમાં પડતા બરફના ટૂકડા (૧૩) બધીજ પ્રકારની માટી (૧૪) રાત્રિ ભજન (૧૫) બહુ બીજ ફળ-રીંગણ, અંજીર, ખસખસ, પંપટા, કરમદા, ટીંબરૂ, કેઠીંબડા વગેરે બહુબીજ ફળ જેને કારણે વધારે સંખ્યામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org