________________
ધર્મનું પહેલું પગથિયું
આપણે સંગ્નિ પંચેન્દ્રિય સમનસ્ક પ્રાણી છીએ. મન પણ છે અને પાંચે ઈન્દ્રિયે પણ આપણને મળી છે. આપણે એકાન્તમાં બેસીને શાન્તચિત્તે પોતાના આત્માને પૂછીએ કે આપણે આજ દિવસ સુધી શું કર્યું છે? જોવા જેવું જ વધારે જોયું છે કે પછી ન જોવા જેવું પણ જોયું છે? અથવા ન જેવા જેવું જ વધારે જોયું છે અને જોવા જેવું તો નામ માત્ર જ જોયું છે? આપણી સ્થિતિ કેવી છે? એવી જ રીતે પાંચે ઈનિદ્રાના કાર્ય વિષે વિચારીશું તે કાંઈક સત્ય આપણી દટી સમક્ષ આવશે. સાંભળવા યોગ્ય જ વધારે સાંભળ્યું છે. કે પછી ન સાંભળવા જેવું પણ વધારે સાંભળ્યું છે? બેસવા જેવું જ વધારે બોલ્યાં છીએ કે પછી ન બોલવા જેવું જ વધારે છેલ્યા છીએ ? એવી જ રીતે ખાવા જેવું જ વધારે ખાધું છે કે પછી ન ખાવા જેવું (અભક્ષ્ય) પણ વધારે ખાધુ છે? કરવા જેવા કામે જ વધારે કર્યા છે? કે પછી ન કરવા એગ્ય કામ વધારે કર્યો છે? એવી રીતે બધા વિષયોમાં, બધી ઇન્દ્રિયેના કાર્યક્ષેત્ર વિષે વિચાર કરીશું તે આપણને
ખ્યાલ આવશે અને પછી પોતાના આત્માને એકાન્તમાં પૂછતા. આમાં અંદરથી સ્પષ્ટ સાચે જવાબ આપશે કે મેં પોતે આજ દિવસ સુધી શું કયું છે? જ જો અંદરથી જવાબ મળતો હોય કે આજ દિવસ સુધી મેં વધુ માં વધુ ન કરવા જેવું, ન જોવા જેવું, ન સાંભળવા જેવું, ન બોલવા જેવું, ન ખાવા જેવું જ વધારેમાં વધારે કર્યું છે. તો પછી સમજજે કે આપણે અનાચાર ને જ વધારે સેવ્યા છે. અનાચાર- એટલે ન આચરવા જેવું અને એને જ પાપ કહેવાય છે. કરવા ચગ્ય ને ધર્મ તથા ન કરવા ચોગ્ય ને અધર્મ – પાપ કહેવાય છે. આપણે કરવું શું હતું ? અને કરી શું રહ્યા છીએ? દિશા વીપરીત થઈ ગઈ. ગાડી ઉંધા પાટે ચઢી ગઈ. માટે હવે ચેતવું પડશે. જાગ્યા ત્યારથી સવાર એમ સમજીને આજથી સંપૂર્ણ પ્રક્રિયા બદલીને સાચી દિશામાં પ્રયાણ કરવું પડશે, ન કરવાનું, ન બોલવાનું, ન સાંભળવાનું, ન ખાવાનું, ન જેવાનું બધુ ઓછું કરીને, અને આગળ જતા સર્વથા બંધ કરીને હવે પછી કરવા જેવું, બલવા , સાંભળવા યોગ્ય જ, ખાવા ગ્યે જ વધારે કરવું પડશે. તે જ ધર્મ ક્ષેત્રમાં આપણે પ્રવેશ કરી શકીશું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org