________________
પરિણતિ મોક્ષ માર્ગ માં ઉપયોગી છે. સામાયિક આદિ મોક્ષનું ફળ પ્રદાન કરે છે. તે સિવાયને સર્વ સમય સંસાર વૃદ્ધિનું કારણ બને છે. અર્થાત્ અવિરતિને કાળ સંસાર વૃદ્ધિનું કારણ છે.
એકેન્દ્રિયદિ જીવોને પણ પાપ લાગે છે અવિરતિ લગે એકેન્દ્રિયા રે, પાપ સ્થાન અઢાર ! લાગે પાંચે હી ક્રિયા રે પંચમ અંગે વિચારે રે.
એકેન્દ્રિયાદિ જો ભલે આરંભ– સમારંભની ક્રિયા ન કરે પરંતુ તેઓએ પાપ ન કરવાની પ્રતિજ્ઞા લીધી નથી અને મિથ્યાત્વ અવિરતિ હોવાને કારણે અઢાર પાપસ્થાને તે જીવને લાગે છે. હિંસાદિ પાંચે અત્રને દોષ તેમને લાગે છે. તેમને દોષ એટલો જ કે તેમણે પાપની પ્રતિજ્ઞા લેવા જે અવકાશ નથી. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ વનસપતિ અને ત્રસકાય એવા બે ઇંદ્રિયથી માંડી પંચેન્દ્રિય જીવેમાં
જ્યાં સુધી મિથ્યાવ-અવિરતિને આશ્રવ દ્વારા ખુલ્લા છે ત્યાં સુધી તેમને પણ તે પાપ લાગે છે. પાપ કર્મોથી બચવાના ઉપાય એક માત્ર પાપના ત્યાગ રૂપ વિરતિ ધર્મ છે તેમ પંચમાંગ ભગવતી સૂત્રમાં કહ્યું છે. પાંચ પ્રકારના પ્રમાદના આશ્રય
મજજ વિષય કષાયા નિદ્રા વિકહા ય પંચમી ભણિયા ! એ એ પંચ પમાયા જીવ પાડંતિ સંસારે છે
મદ, વિષય, કષાય, નિદ્રા, વિકથા આદિ પાંચ પ્રકારે પ્રમાદ કહ્યાં છે. વળી અજ્ઞાન સંશય મિથ્યાત્વ રાગ, દ્વેષ, મતિ ભ્રંશ અનાદર અને દુપ્રણિધાન અશુભ પ્રવૃત્તિ એમ અન્યત્ર આઠ પ્રકાર પ્રમાદના કહ્યા છે.
પ્રમાદ
મદ વિષય
કષાય નિદ્રા વિકથા ૮ + ૫ + ૪ + ૫ +૪=૨૬ મદ-જાતિ કુલ, બલ, રૂપ, તપ, શ્રત, લાભ, અશ્વર્ય એમ આઠ પ્રકારે જીવ અભિમાન–મદ કરે છે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org